Western Times News

Gujarati News

સ્ટીલ, સિમેન્ટ ઉદ્યોગોની કાર્ટેલ દેશ માટે મોટી સમસ્યા: ગડકરી

મુંબઈ, સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગની આકરી ટીકા કરતાં કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે આ બંને ઉદ્યોગોની ‘કાર્ટેલ’ (સાંઠગાંઠ) દેશ અને તેના માળખાકીય વિકાસ માટે મોટી સમસ્યા છે. આ બંને ક્ષેત્રો દેશના ઇન્ળાસ્ટ્રક્ચરના વિકાસ માટે મહત્ત્વના છે અને બંને ક્ષેત્રોમાં ગણ્યાગાંઠ્યા ખેલાડીઓ છે.

આ ક્ષેત્રોની કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ છે. મુંબઈમાં આઈઈસીઆરપી ૨૦૨૫ એક્ઝિબિશનમાં ગડકરીએ જણાવ્યું હતું કે સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગો માત્ર થોડા લોકોના હાથમાં છે. તેઓ હંમેશા ભાવ નક્કી કરે છે. તેમનું કાર્ટેલ દેશ માટે એક મોટી સમસ્યા છે. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓની પકડ તોડવા માટે ફાઇબર-રિઇનફોર્સ્ડ પ્લાસ્ટિક એક સારો વિકલ્પ બની શકે છે અને તે શક્ય તેટલી મદદ કરી શકે છે.

વૈકલ્પિક મટેરિયલ બનાવવું તે તમને ટેકો આપવા માટેનો મારો મહત્વપૂર્ણ રસ છે. તેમણે જણાવ્યું હતું કે એફઆરપી કંપનીઓએ યોગ્ય કાચો માલ શોધીને તેમના સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી)માં રોકાણ કરવું પડશે અને આ ક્ષેત્ર સારું કામ કરી શકે તે માટે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવું પડશે.

એફઆરપીનો ઉપયોગ ઈન્ળાસ્ટ્રક્ચર, એવિએશન, શિપિંગ, રોડ બિલ્ડિંગ અને મેટ્રો રેલ જેવા અનેક ક્ષેત્રોમાં થઈ શકે છે.એફઆરપી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓને તેમણે જણાવ્યું હતું કે જો તમે સ્ટીલની સરખામણીમાં રેટમાં ૨૦થી ૨૫ ટકા ઘટાડો કરી શકો તો તે દેશ માટે ખરેખર ઘણી જ સારી બાબત હશે.

ગડકરીએ એમ પણ કહ્યું હતું કે તેઓ હાઇડ્રોજનના ઉત્પાદનની કિંમતને હાલના રૂ. ૩૦૦થી ઘટાડીને પ્રતિ કિલો એક ડોલર કરવા માંગે છે અને આ સિદ્ધિ મેળવવાથી ભારત ઊર્જાનો ચોખ્ખો નિકાસકાર દેશ બની શકે છે.તેઓ આગામી પાંચ વર્ષમાં વર્તમાન ત્રીજા સ્થાનેથી ભારતને વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઓટો હબ બનાવવા ઈચ્છે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.