‘પુષ્પા ૨’નું ૨૦૦૦ કરોડની કમાણી સુધી પહોંચવાનું સપનું અધુરું રહેશે
મુંબઈ, ‘પુષ્પા ૨’નું પ્રદર્શન બોક્સ ઓફિસ પર જેટલી ઝડપથી ઉપર ચડતું હતું એટલી જ ઝડપથી હવે નીચે પણ ઉતરવા માંડ્યું છે. રિલીઝના ૪૫ દિવસમાં આ ફિલ્મે ગ્લોબલી ૧૭૩૧.૬૫ કરોડની કમાણી કરી છે. જો પહેલાં અઠવાડિયા સાથે સરખામણી કરવામાં આવે તો છઠ્ઠા અઠવાડિયે આ ફિલ્મની કમાણીમાં ૬૧.૫૮ ટકાનો ઘટાડો થયો છે.
આમ આ ફિલ્મ હવે ૨૦૦૦ કરોડની કમાણીથી તો દૂર પણ ‘બાહુબલી ૨’ અને ‘દંગલ’નો ૧૮૦૦ કરોડનો રેકોર્ડ પણ કદાચ નહીં તોડી શકે એવું લાગી રહ્યું છે.
‘પુષ્પા ૨’ની રિલીઝ પછી તેની ધમી પડી રહેલી કમાણીને ફરી ગતિ આપવા માટે મેકર્સ દ્વારા ૧૭ જાન્યુ.એ ફિલ્મનું રીલોડેડ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું, જેમાં પુશ્પરાજનો બાળપણનો એક સીન ઉમેરવામાં આવ્યો છે, જે તેને જાપાની માફીયા સામે લડતી વખતે પાણીમાં ડુબીને યાદ આવે છે.
પરંતુ આ વધારાના સીન સાથે પણ ફિલ્મને સાતમા અઠવાડિયે કોઈ ખાસ મદદ મળી નથી. સુકુમારની આ ફિલ્મ ૧૮૮ કરોડના રેકોર્ડને તોડી નાખશે એવું પ્રોડ્યુસર્સનું નિવેદન ૬ જાન્યુ.એ આવ્યું હતું. પરંતુ ૧૮ જાન્યુ.એ આ ફિલ્મે ગ્લોબલી માત્ર ૨૭૦.૫ કરોડની જ કમાણી કરી.
તેથી તે ૪૫મા દિવસે માંડ ૧૭૩૧.૬૫ કરોડ સુધી પહોંચી શકી. જોકે, મેકર્સનો દાવો છે કે આ ફિલ્મે ગ્લોબલી ૧૮૩૧ કરોડની કમાણી કરીને સૌથી ઝડપથી સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. મિથ્રી મુવીઝ દ્વારા ૬ જાન્યુ.એ અપાયેલાં નિવેદન મુજબ, “પુષ્પા ૨ –ધ રુલ હવે ભારતીય સિનેમા ઇન્ડસ્ટ્રીની દેશભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
આ ફિલ્મે ૩૨ દિવસમાં વર્લ્ડ વાઇડ ૧૮૩૧ કરોડની કમાણી કરી લીધી છે.”એસ એસ રાજામૌલીની ‘બાહુબલી ૨’એ ૧૭૯૦ કરોડ અને આમિર ખાનની ‘દંગલ’એ ૨૦૭૦ કરોડની કમાણી કરી હતી. ભલે ‘પુષ્પા ૨’‘બાહુબલી ૨’ના રેકોર્ડની નજીક પહોંચી ગઈ હોય, તેમ છતાં હાલની સ્થિતિ જોતાં આ સ્થિતિ પણ અશક્ય લાગે છે.
કારણ કે અલ્લુ અર્જૂનની આ ફિલ્મે સાતમા શનિવારે, ૧૮ જાન્યુ.એ માત્ર ૧.૧ કરોડની કમાણી કરી છે. જેમાંથી ૦.૩ કરોડ તેલુગુ ફિલ્મમાંથી અને ૦.૮ કરોડ હિન્દી ફિલ્મમાંથી કમાયા હોવાનો અંદાજ છે. જ્યારે કન્નડા અને મલયાલમમાં તો આ ફિલ્મની આવક હવે લગભગ અટકી ગઈ છે.
તમિલમાં તો શુક્રવારે ફિલ્મે માત્ર ૦.૦૧ આવક કરી છે. તેની સાથે ભારતમાં પુષ્પાની કુલ કમાણી ૧૨૨૬.૭૫ કરોડમાં સમેટાઈ ગઈ છે.સાથે હાલ ‘ગેમ ચૅન્જર’ અને બીજી તરફ ‘માર્કાે’ પણ પુશ્પાને હવે ટક્કર આપી રહ્યા છે, તો બીજી તરફ ઓટીટીના દર્શકો હવે આ ફિલ્મ ઓટીટી પર જલ્દી રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ફિલ્મ કોઈ રેકોર્ડની નજીક પહોંચે છે કે નહીં તે જોવાનું રહ્યું.SS1MS