ટ્રમ્પના ફરમાનથી અમેરિકામાં વસતા ગેરકાયદે શરણાર્થીઓમાં ભયનું વાતાવરણ
વોશિંગ્ટન, ટ્રમ્પ વહીવટીતંત્રએ ચર્ચ અને સ્કૂલો જેવા સંવેદનશીલ સ્થળોએથી પણ ઇમિગ્રેશન અધિકારીઓને ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ ન કરવાની દાયકા જૂનીની ત્યજી દઈને તેઓને છૂટ આપી છે. તેના લીધે અમેરિકામાં વસતા માઇગ્રન્ટ્સમાં રીતસરનું ભયનું વાતાવરણ છવાઈ ગયું છે.
આના પહેલે ગેરકાયદે માઇગ્રન્ટ્સને પ્રવેશવા બંને ફેડરલ એજન્સીઓ ઉપરોક્ત બંને સ્થળોએ જઈ શકતી ન હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગુરુવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાંના લીધે સીબીપી અને આઇસીઇના હિમતવાન પુરુષ અને મહિલા કર્મચારીઓ આપણા ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને આવનારા ગેરકાયદે વસાહતીઓ સામે પગલાં લઈ શકશે, તેમા હત્યારાઓ અને બળાત્કારીઓનો સમાવેશ થાય છે. આ ગુનેગારો હવે અમેરિકન સ્કૂલો અને ચર્ચાેમાં છૂપાઈને તેમની ધરપકડ ટાળી નહી શકે.
ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ગાઇડન્સ ૨૦૧૧માં આવી હતી. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશનને ૨૦૧૩માં જ આવી ગાઇડન્સ અપાઈ હતી. ટ્રમ્પે ગેરકાયદેસરના માઇગ્રન્ટસ પર તેની એજન્સીઓને તૂટી પડવાની અને તેમા પણ શાળા અને કોલેજોમાં પણ જઈ કાર્યવાહી કરવાની છૂટ આપતા માઇગ્રન્ટ્સ તેમના સંતાનોને સ્કૂલે મોકલતા ડરવા લાગ્યા છે.
અમેરિકામાં વિવિધ સ્કૂલોમાં જતાં હોય તેવા ગેરકાયદે માઇગ્રન્ટ્સના ૭.૩૩ લાખ બાળકો છે. આ બધા માઇગ્રન્ટ્સ હવે તેમના સંતાનોને લઈને ચિંતિત છે. મેક્સિકોની એક ઇમિગ્રન્ટ કાર્મેને જણાવ્યું હતું કે અમારું શું થશે હું તેની કલ્પના પણ કરી શકતી નથી. તે તેના બે પૌત્રો છ અને ચાર વર્ષના બાળકોને સ્કૂલમાં દાખલ કરવા વિચારતી હતી, હવે તેણે સ્કૂલના સત્તાવાળાઓ પાસેથી સાંભળ્યું છે કે આ પગલું સલામત નથી.
લગભગ બધા ઇમિગ્રન્ટ્સને ડર છે કે તેમના સંતાનોને લક્ષ્યાંક બનાવાઈ શકે છે. તેમના સંતાનોને પકડીને તેમની હકાલપટ્ટી કરાઈ શકે છે. આ ઉપરાંત ટ્રમ્પે અમેરિકામાં આશ્રય માટેનો કાર્યક્રમ જ બંધ કરી દેતા હાલમાં તેના હેઠળ જેની કાર્યવાહી ચાલી રહી છે તે બધા રખડી પડયા છે.
એક તો તેઓએ દેશ છોડી દીધો છે અને હવે અહીં આશ્રય ન મળતા તે દેશવિહીન થઈ ગયા છે. આમ ટ્રમ્પના પગલાં દેશની અંદર પણ આકરી સ્થિતિ સર્જી રહ્યા છે.SS1MS