Western Times News

Gujarati News

મેં સ્ટાર કિડ્‌ઝના કારણે ઘણી ફિલ્મો ગુમાવી છેઃ કાર્તિક આર્યન

મુંબઈ, સ્ટાર કિડ્‌ઝ હોવાના ફાયદા અને ગેરફાયદા તેમજ બહારથી આવતા કલાકારોના ગેરફાયદા વિશે ઇન્ડસ્ટ્રીમાં અવાર નવાર ચર્ચા થતી રહે છે. હવે બહારથી આવતા લોકોના નફા-નુકસાનની ચર્ચામાં ફરી એક વખત કાર્તિક આર્યને પણ ઝંપલાવ્યું છે. તેણે બોલિવૂડ સાથે જોડાયેલા પરિવારોમાંથી આવતા કલાકારોને મળતી તકો વિશે અને તેના કારણે તેને કેટલું સહન કરવું પડ્યું છે તે અંગે વાત કરી હતી.

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે જણાવ્યું, “મારા રોલ પણ ઘણી વખત એવી રીતે ગયા છે કે, મને લાગ્યું હોય કે પરિવાર કે બીજા કોઈને મળ્યો તેનાં કરતાં આ રોલ મને મળવો જોઈતો હતો. જોકે, તેમાં તેમનો પણ કોઈ વાંક નથી. મેં હવે આ સ્થિતિ સ્વીકારી લીધી છે.

જો હું કોઈ એવા પરિવારમાં જન્મ્યો હોત તો કદાચ મારી સાથે પણ એવું થતું હોત.”ઇન્ડસ્ટ્રીમાં ચાલતા પરિવારવાદના કારણે તમના પરિવારના સંતાનો અને સંબંધીઓને બહારથી કોઈ માર્ગદર્શક કે પારિવારિક સંબંધો વિના આવતા કલાકારો કરતા વધારે પ્રમાણમાં અને વારંવાર તકો મળતી રહી છે આ ચર્ચા ઘણા વખતથી વારંવાર સપાટી પર આવતી રહી છે, સામે આવા કલાકારો પોતાનો પક્ષ પણ મૂકીને પોતાના અલગ પડકારો પણ ગણાવતા આવ્યા છે.

કાર્તિક માટે ૨૦૨૪માં તેની બે ફિલ્મો આવી, કબીર ખાનની ‘ચંદુ ચેમ્પિયન’, ‘ભુલભુલૈયા ૩.’ પહેલી ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર બહુ સારી ન ચાલી પરંતુ પેરાલિમ્પિક ચેમ્પિયન મુરલીકાંત પેટકરના તેના પાત્રને ઘણું વખાણાયું. બીજી ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ અને ‘સિંઘમ અગેઇન’ સાથે ટક્કર છતાં ૪૦૦ કરોડની કમાણી કરી હતી. હવે તે ‘આશિકી ૩’માં જોવા મળશે, જેની ૨૦૨૩માં જાહેરાત થઈ હતી.

‘આશિકી ૩’માં કાર્તિક સાથે લીડ એક્ટ્રેસ હજુ જાહેર થઈ નથી, પરંતુ કાર્તિકે આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં કાર્તિક નવા લૂક સાથે જાહેરમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન દાઢી અને વાળ વધારેલો કાર્તિક જોવા મળ્યો હતો.

કાર્તિકે આગામી ફિલ્મ માટે આ લૂક મેળવ્યો હોવાનું મનાય છે. કાર્તિકના નવા લૂકનું કારણ હજુ જાહેર થયું નથી, પરંતુ ટૂંક સમયમાં ‘આશિકી ૩’ ફ્લોર પર જવાની શક્યતા જણાય છે. કાર્તિકે અને ફિલ્મ મેકર્સે લીડ એક્ટ્રેસ નક્કી કરી હોય તેવી શક્યતા છે. તૃપ્તિ ડીમરીના સ્થાને કાર્તિક સાથે લીડ રોલમાં કોની પસંદગી થાય છે તે જોવું રહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.