Western Times News

Gujarati News

શેફાલી શાહ અને જયદીપ આહલાવત વિપુલ શાહની ‘હિસાબ’માં લીડ રોલ કરશે

મુંબઈ, જો બોલિવૂડમાં ચોરીની વાર્તા આધારિત ફિલ્મોની વાત કરવામાં આવે તો ૨૦૦૨માં આવેલી વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘આંખે’ આજે પણ સૌથી યાદગાર ફિલ્મ છે. ચોરી પરની આ થ્રિલર ફિલ્મ એ સમયે બોક્સ ઓફિસ પર પણ બહુ સારી ચાલી હતી અને તેમજ વિવેચકોએ પણ આ ફિલ્મને વખાણી હતી.

હવે આ જ ફિલ્મના ડિરેક્ટર પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ હવે એક નવી થ્રિલર બનાવવા જઇ રહ્યા છે, ‘હિસાબ’ની વાર્તા પણ ચોરી પર આધારીત હશે. તેમાં શેફાલી શાહ અને જયદીપ આહલાવત લીડ રોલમાં જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહ પોતાનું એક હાઇસ્ટ થ્રિલર યુનિવર્સ તૈયાર કરવા માગે છે.

‘આંખે’થી શરૂ થયેલી આ યુનિવર્સની સફર હવે ‘હિસાબ’ સાથે આગળ વધશે. આ પ્રકારનું એક યુનિવર્સ તૈયાર કરવા અંગે વિપુલ શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, “ખરી પ્રેરણા તો નવા પ્રકારના ઇન્ડ્યિન સિનમાની વાર્તા કહેવાના વિચારથી મળી છે. પહેલાં તો અમને બધાએ ઘણા ટોક્યા અને આવું ન કરવા કહ્યું, ત્યારે અમે વિચાર્યું કે જો એ વખતે ભારત દેશ ‘આંખે’ જવા નવા વિષયને સ્વીકારવા તૈયાર હતો.

અમારી પાસે જોરદાર કાસ્ટ અને બહુ સારી ટેન્કિકલ ટીમ હતી. તેથી અમને આ ફિલ્મ બનાવવા પ્રોત્સાહન મળ્યું. એ વખતે યુવાન બળવાખોર મગજ હતું, જે સામા પ્રવાહે તરવા તૈયાર હતું. અમને એ સમયે અંદાજ પણ નહોતો કે આ આવી આઇકોનિક ફિલ્મ બની જશે.”

જિયો સ્ટુડિયોઝ અને સનશાઇન પિક્ચર્સ ‘હિસાબ’ પ્રોડ્યુસ કરશે. જ્યારે વિપુલ અમૃતલાલ શાહ આ ફિલ્મ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરશે. ૨૦૨૫ના અંત ભાગમાં આ ફિલ્મ થિએટરમાં રીલિઝ થશે. તાજેતરમાં જ જયદીપ આહલાવતની ‘પાતાલ લોક સીઝન ૨’ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. આ પહેલાં શેફાલી શાહ સાથે તેની ફિલ્મ ‘થ્રી ઓફ અસ’ ૨૦૨૩માં આવેલી, જે બહુ વખણાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.