Western Times News

Gujarati News

વલસાડમાં ૨૬મી જાન્યુઆરીની ૨૬ કિ.મી.ની સાઇકલ રાઇડની સન ડે ની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) વલસાડ, સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા સાઇકલીંગ સન ડે ની ઉજવણી થઇ રહી છે. જેની ઉજવણી કરવા વલસાડમાં પણ વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા ૨૬મી જાન્યુઆરીના રોજ ૨૬ કિમીની સાઇકલ રાઇડનું આયોજન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. વીઆરજીએ ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી યોજેલી આ સાઇકલ રાઇડમાં વલસાડ શહેરના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા.

તેમણે વલસાડમાં ૨૬ કિમીની સાઇકલ રાઇડ કરી ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરી હતી. સન ડે સાઇકલીંગની આ ઇવેન્ટમાં વલસાડના અનેક સાઇકલીસ્ટો જોડાયા હતા. જેમાં નાના બાળકોથી અને મહિલાઓ પણ સહભાગી થઇ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન, વીઆરજીના સભ્ય ડો. કલ્પેશ જોશી, અને દક્ષિણ ગુજરાતના સાયકલ મેયર ડો. ભૈરવીબેન જોષી, ડો. સુધીર જોષી દ્વારા કરાયું હતું. હવે દર રવિવારે ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયકલિંગ કરવાનું આયોજન

વીઆરજી, ત્રયમ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા થઇ રહ્યું છે. ૨૬મી જાન્યુઆરીના રોજ ૨૬ કિ.મી.ની સાયકલ રાઈડ સર્કિટ હાઉસ થી શરૂ થઈ હતી. જે પહેલા તિથલ સ્વામિનારાયણ મંદિર ત્યાંથી પરત થઈ ને સાંઈ મંદિર રોડ, લશ્કરી રોડ થઈ મગોધ ડુંગરી, અટાર તળાવ પર પહોંચી ત્યાંથી સિવિલ રોડ થઈ

સર્કિટ હાઉસ પર પરત થઈ હતી. રાઈડ પૂર્ણ થયા બાદ તમામ સાયકલિસ્ટો ને મેડલ અર્પણ કરાયા હતા. તેમજ ત્યારબાદ સાયકલિસ્ટો એ સર્કિટ હાઉસમાં રાષ્ટ્ર ધ્વજને સલામી આપી છૂટા પડ્‌યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.