જસપ્રીત બુમરાહ આઈસીસી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
નવી દિલ્હી, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના વાર્ષિક પુરસ્કારોમાં એક મોટો પુરસ્કાર જીત્યો છે. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરી છે. જસપ્રીત બુમરાહને વર્ષ ૨૦૨૪ માં તેમના યાદગાર પ્રદર્શન માટે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જસપ્રીત બુમરાહે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખૂબ જ મજબૂત રમત બતાવી હતી.ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લું વર્ષ જસપ્રીત બુમરાહ માટે ખૂબ સારું રહ્યું. ભારત ઉપરાંત, તે વિદેશમાં પણ સારો રમ્યો.
બુમરાહ ૨૦૨૩ના અંતમાં પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા પછી ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફર્યાે હતો અને ૨૦૨૪ માં, તે ભારતના સૌથી સફળ ખેલાડીઓમાંનો એક હતો. ગયા વર્ષે ટેસ્ટમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ટીમની જીતમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીજી બાજુ, તે દક્ષિણ આળિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ સફળ રહ્યો.બુમરાહે ૧૪.૯૨ ની અદભુત સરેરાશથી ૭૧ વિકેટ લીધી, અને ૨૦૨૪ માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.જસપ્રીત બુમરાહે વર્ષ ૨૦૨૪માં કુલ ૧૩ ટેસ્ટ મેચ રમી હતી.
આ સમયગાળા દરમિયાન, તેણે ૧૪.૯૨ ની સરેરાશથી ૭૧ વિકેટ લીધી. ગયા વર્ષે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. તેમના સિવાય અન્ય કોઈ બોલર ૬૦ વિકેટનો આંકડો પણ સ્પર્શી શક્યો નહીં.
ટેસ્ટ ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં ૭૦+ વિકેટ લેનારા ૧૭ બોલરોમાંથી, બુમરાહ જેટલી ઓછી સરેરાશથી કોઈએ આવું કર્યું નથી. તે જ સમયે, બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં ૭૦+ ટેસ્ટ વિકેટ લેનાર ભારતનો માત્ર ચોથો બોલર છે.જસપ્રીત બુમરાહ આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર માત્ર છઠ્ઠો ભારતીય છે.
તેમના પહેલા રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી પણ આ એવોર્ડ જીતી ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઈ પણ ફાસ્ટ બોલર નથી. પરંતુ જસપ્રીત બુમરાહ આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.
આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયા બાદ જસપ્રીત બુમરાહે કહ્યું, ‘આ ફોર્મેટ મારા હૃદયની ખૂબ નજીક છે.’ હું હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો. ગયા વર્ષ મારા માટે ખૂબ જ ખાસ હતું. મેં ઘણું શીખ્યું અને મેચો પણ જીતી. વિઝાગમાં ઓલી પોપની વિકેટ મારા માટે સૌથી ખાસ હતી. તે વિકેટને કારણે મેચનો રોમાંચ બદલાઈ ગયો. આ એવોર્ડ મેળવીને મને ખૂબ આનંદ થયો છે.SS1MS