HDFC સિક્યુરિટીઝ અને કેફિનટેકે વ્યૂહાત્મક ભાગીદારી કરી
મુંબઇ, એચડીએફસી બેંકની સંપૂર્ણ માલીકીની પેટા કંપની અને અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપની એચડીએફસી સિક્યુરિટીઝે તેના સબસ્ક્રાઇબર્સ વચ્ચે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની પહોંચ અને સ્વિકાર્યતામાં વધારો કરવા માટે દેશમાં સૌથી મોટી સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઝ (સીઆરએ) પૈકીની એક કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ (કેફિનટેક) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કર્યાંની જાહેરાત કરી છે. એચડીએફસી સિક્યુરિટીઝ 3.5 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ અને 2700થી વધુ કોર્પોરેટ ક્લાયન્ટ્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે. Accelerating NPS Adoption – HDFC Securities and KFin Technologies Form Strategic Partnership.
એનપીએસ ઇકોસિસ્ટમ માટે સીઆરએ મહત્વપૂર્ણ છે, જે સબસ્ક્રાઇબર રેકોર્ડ માટે સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ પૂરું પાડે છે, જેથી પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય છે તેમજ એકાઉન્ટ મેનેજમેન્ટ સુવ્યવસ્થિત કરે છે. તે સબસ્ક્રાઇબર્સને તેમના યોગદાનને ટ્રેક કરવા, રોકાણ ઉપર દેખરેખ રાખવા તથા સરળતાથી ફેરફાર કરવા સક્ષમ કરે છે. કેફિનટેકનું સીઆરએ પ્લેટફોર્મ વિવિધ નવીન વિશેષતાઓ ઓફર કરે છે,
જેથી યુઝરના અનુભવ અને સુરક્ષામાં વધારો કરી શકાય તથા સબસ્ક્રાઇબર્સને વિવિધ તારીખ પ્રમાણે સરળતાથી ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવામાં મદદ મળે છે તેમજ તમામ યોગદાન મોડ ઉપર રિયલ-ટાઇમ એસએમએસ નોટિફિકેશન મળી રહે છે. આ પ્લેટફોર્મ સબ્સ્ક્રાઇબર્સ માટે સમર્પિત પોર્ટલ સાથે પાસવર્ડ અને એસએમએસ ઓટીપી દ્વારા ડ્યુઅલ-ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી ઉન્નત સુરક્ષા સુવિધાઓને જોડે છે, જે વોટ્સએપ સેવાઓ અને સરળ એક્સેસ માટે મિસ્ડ કોલ સુવિધા દ્વારા પૂરક છે.
આ ભાગીદારી વિશે પ્રતિક્રિયા આપતાં એચડીએફસી સિક્યુરિટીઝના એમડી અને સીઇઓ ધિરજ રેલ્લીએ કહ્યું હતું કે, “અમે અમારી સર્વિસ ઓફરિંગમાં વધારો કરવા માટે કેફિનટેક સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. આ સહયોગ અમને અમારા સબ્સ્ક્રાઇબર્સ અને કોર્પોરેટ ક્લાયન્ટ્સને એનપીએસ મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ ટેકનોલોજીકલ પ્લેટફોર્મ પ્રદાન કરવા સક્ષમ બનાવશે. ટેક્સમાં લાભોને પગલે કોર્પોરેટ એનપીએસમાં રૂચિમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ ઉત્તમ સમય છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “કેફિનટેકે નવા રજિસ્ટ્રેશન વૃદ્ધિમાં 47 ટકાનું યોગદાન આપીને ઇન્ડસ્ટ્રીમાં તેનું ટેક્નોલોજીકલ નેતૃત્વ દર્શાવ્યું છે, જે સીઆરએમાં સર્વોચ્ચ છે. આ ભાગીદારી ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવા તથા નવા સબસ્ક્રાઇબર્સ અને કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે યુઝર અનુભવમાં વધારો કરવા માટે ટેક્નોલોજીનો લાભ લેશે. કેફિનટેક સાથે મળીને અમે કોર્પોરેટ સેક્ટરમાં પેન્શનની પહોંચને આગળ વધારવા માટે સજ્જ છીએ.”
કેફિન ટેક્નોલોજીસના એમડી અને સીઇઓ શ્રીકાંત નાડેલાએ કહ્યું હતું કે, “નાણાકીય સેવાઓના ઝડપી ડિજિટાઇઝેશનથી ભારતમાં પેન્શન લેન્ડસ્કેપને પુનઃઆકાર આપવાની વિશિષ્ટ તક સર્જાઇ છે. દેશભરમાં પેન્શન કવરેજમાં વધારો કરવાની અમારી કટીબદ્ધતાના ભાગરૂપે એચડીએફસી સિક્યુરિટીઝ સાથેની આ ભાગીદારી પરિવર્તનકારી પહેલ છે. અમારા વ્યાપક ડિજિટલ સોલ્યુશન સાથે એચડીએફસી સિક્યુરિટીઝના મજબૂત કોર્પોરેટ નેટવર્કનો લાભ લેતાં અમે દેશભરમાં એનપીએસની પહોંચ વધારવા માટે સજ્જ છીએ.”
આ ભાગીદારી એવા સમયે આવી રહી છે જ્યારે ભારત સરકારે તાજેતરમાં કોર્પોરેટ એનપીએસ હેઠળ કર લાભો 10 ટકાથી વધારીને મૂળભૂત આવકના 14 ટકા કર્યા છે, જેના કારણે કોર્પોરેટ એનપીએસ માર્કેટમાં રૂચિ વધી છે. હાલમાં, કોર્પોરેટ એનપીએસ હેઠળ નોંધાયેલા ફક્ત 18,700 કોર્પોરેશનો અને 21.6 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે આ સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના છે.