Western Times News

Gujarati News

જામકંડોરણામાં 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજાયો

સ્વ.વિઠ્ઠલભાઈની સ્મૃતિમાં જયેશ રાદડીયાની આગેવાનીમાં આયોજનઃ સી.આર.પાટીલ સહીત આગેવાનોની ઉપસ્થિતિ

ધોરાજી, જામકંડોરણામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ધારા-સભ્ય જયેશ રાદડીયાની રાહબર હેડળ તા.ર૬મીએ જાન્યુઆરી પ્રેમનું પાનેતર અંતર્ગત પ૧૧ દીકરીનો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.

રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેબીનેટ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ કેન્દ્રી મંત્રી મનસુખભાઈ માંડવીયા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહીત આગેવાનો તેમજ લેઉવા પટેલ સમાજના ભામાશા દાતાઓનું સન્માન જયેશભાઈ રાદડીયા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

સમારંભમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિઠલભાઈ રાદડીયાને યાદ કરી જયેશભાઈ રાદડીયાને તેમજ તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પણ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય મંત્રીર મનસુખભાઈ માંડવીયાએ સમાજને સંગઠીત થવા બાબતે વિશેષ ભાર મુકયો હતો.

વિઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં યયોજાયેલા આ ૯માં શાહી સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલ જેવો સેટ ઉભો કરવામાં આવ્યો હતો. પ૧૧ દીકરી માટે પ૧૧ લગ્ન મંડપ ટ્રેડીશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે ૭પ વીઘા જમીનમાં તેમજ પાર્કીગ જમણવાર સહીતની વ્યવસ્થા માટે ૧રપ વિઘા જમીનમાં તૈયારી કરવામાં આવી હતી.

સુરતના ડાયમંડ અગ્રણી વસંતભાઈ ગજેરા, હંસરાજભાઈએ રાદડીયા, કેબીનેટટની મંત્રી રાઘવજીભાઈ પટેલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટ નાથદ્વારાના ઉપપ્રમુખ રાજુભાઈ હીરપરા, ભકિતગૃપ સુરતના રમેશભાઈ ગજેરા, સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રચર સુરતના સેવાભાવી પરસોતમભાઈ ગજેરા રાજય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા વિધાનસભાના નાયબ મખ્ય દંડકકૌશીકભાઈ વેકરીયા, રાજયસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા,

શરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, જીતુભાઈ વાઘાણી ડો.ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા વગેરે ઉપસ્થિત હતા. લેઉવાપટેલ કન્યા અને કુમાર છાત્રારલયમાં ટ્રસ્ટીઓ તેમજ વિપુલભાઈ બાલધા ગોવિંદભાઈ રાણપરીયા,વિઠલભાઈ બોદર જસમતભાઈ કોયાણી, જીતુભાઈ ગોડલીયા, ગોપાલભાઈ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.