Western Times News

Gujarati News

BC જિંદાલ ગ્રૂપના JEREએ NHPC પાસેથી 180 મેગાવોટ સોલર-બીઇએસએસ ઓર્ડર મેળવ્યો

નવી દિલ્હી25 જાન્યુઆરી2025: રૂ. 18,000 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા ભારતના અગ્રણી સમૂહ બીસી જિંદાલ ગ્રૂપે જાહેર કર્યું છે કે તેની રિન્યૂએબલ એનર્જી કંપની જિંદાલ ઇન્ડિયા રિન્યૂએબલ એનર્જી (જેઆઇઆરઇ)એ જાહેરક્ષેત્રની એનએચપીસી પાસેથી 180 મેગાવોટ સોલર પ્લસ સ્ટોરેજ પ્રોજેક્ટ પ્રાપ્ત કર્યો છે. આ પ્રોજેક્ટ એનએચપીસીના 1200 મેગાવોટ ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમીશન સિસ્ટમ-કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટ ટેન્ડર સાથે 600 મેગાવોટ/1200 મેગાવોટ એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો હિસ્સો છે. BC Jindal Group’s JIRE Bags 180 MW Solar-BESS Order from NHPC.

જેઆઇઆરઇએ એનએચપીસી પાસેથી રૂ. 3.09/kWhના દરે 180 મેગાવોટ સોલર પાવર ક્ષમતાનો પ્રોજેક્ટ પ્રાપ્ત કર્યો છે. શરતો મૂજબ કંપની બિલ્ડ-ઓન-ઓપરેટ ધોરણે સોલર પ્રોજેક્ટ કાર્યરત કરશે. આ ઉપરાંત ગ્રીન-ફિલ્ડ પ્રોજેક્ટ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) ઉપર હસ્તાક્ષર થયાના 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે.

આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં જિંદાલ ઇન્ડિયા રિન્યૂએબલ એનર્જીના સીઇઓ અમિત કુમાર મિત્તલે કહ્યું હતું કે, આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સ્પર્ધાત્મક બીડ જીતવી એ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે જેઆઇઆરઇની કુશળતા અને ક્ષમતાને દર્શાવે છે. તેનાથી આગામી પાંચ વર્ષમાં કંપનીની સોલરવિન્ડહાઇબ્રિડહાઇડ્રો અને એફડીઆરઇ મોડથી ક્ષમતા વધારીને 5 ગીગાવોટ કરવાના અમારા લક્ષ્યને પણ બળ મળે છે. અમે આગામી ક્વાર્ટરમાં પણ આ ગતિ જાળવી રાખવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

એનએચપીસી 25 વર્ષના સમયગાળા માટે જેઆઇઆરઇ સાથે કરાર કરશે. નવરત્ન કંપની જેઆઇઆરઇ પાસેથી સૌર ઊર્જાની ખરીદી કરશે તથા સ્ટેટ યુટિલિટી અને અન્યોને વેચાણ કરશે. આ કરારના ભાગરૂપે જેઆઇઆરઇ 1 મેગાવોટ કોન્ટ્રાક્ટ કરાયેલી ક્ષમતા માટે ઓછામાં ઓછા 0.5 મેગાવોટ / 1 મેગાવોટ ક્ષમતાને લાગુ કરશે.

વર્ષ 2025-26માં જેઆઇઆરઇ દેશની અંદર અને વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં મુખ્ય ઓપરેશનલ એસેટ હસ્તગત કરીને તેની ક્ષમતા પોર્ટફોલિયોને વ્યૂહાત્મક રીતે વિસ્તારવા માંગે છે. કંપનીએ તેની ઉપસ્થિતિને વધારવાનું લક્ષ્ય રાખ્યું છે તેમજ દેશ અને વિદેશમાં ઓપરેશનલ એસેટના આક્રમક હસ્તાંતરણ કરી રહી છે. આ હસ્તાંતરણને 1-2 વર્ષમાં અંતિમ સ્વરૂપ મળવાની આશા છે, જેને આંતરિક સંસાધનો અને દેવાના મિશ્રણ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

બીસી જિંદાલ ગ્રુપે તાજેતરમાં જ ગ્રૂપના રિન્યૂએબલ વેન્ચર માટે એક સમર્પિત કંપની જેઆઇઆરઇની સ્થાપના કરી હતી. આ કંપની રિન્યૂએબલ પાવર જનરેશન, સોલર સેલ અને મોડ્યુલ ઉત્પાદન બિઝનેસની કામગીરી જોશે.

જિંદાલ ઇન્ડિયા રિન્યૂએબલ એનર્જી એ બીસી જિંદાલ ગ્રૂપ અંતર્ગત કાર્યરત છે, જેની સ્થાપના વર્ષ 1952માં બી.સી. જિંદાલ દ્વારા કરવામાં આવી હતી. મુખ્યત્વે સ્ટીલ પાઇપ અને ફિટિંગના ઉત્પાદક આ ગ્રૂપ ભારતના અગ્રણી જૂથો પૈકીના એક તરીકે વિકાસ પામ્યું છે તથા પાવર સેક્ટરમાં નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવે છે. જેઆઇઆરઇની પહેલ ઊર્જા વૈવિધ્યકરણ માટે એક આગળની વિચારસરણીનો અભિગમ રજૂ કરે છે. તેની સ્થાપનાના મૂળમાં પર્યાવરણીય સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરીને બીસી જિંદાલ ગ્રૂપની કટીબદ્ધતા ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણને જાળવવા માટેના સાચા સમર્પણના પાલનથી આગળ વધે છે.

જેઆઇઆરઇ ક્લિન એનર્જી તરફ ભારતની આગેકૂચને બળ આફવા માટે અદ્યતન ટેક્નોલોજીને લાગુ કરી રહ્યું છે તેમજ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાના દેશના લક્ષ્યને સપોર્ટ કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.