Western Times News

Gujarati News

360 વન બ્રોકરેજ હાઉસ 1,884 કરોડમાં બાટલીવાલા & કરણી સિક્યુરિટીઝને ખરીદશે

360 વન WAM ભારતની અગ્રણી બ્રોકરેજ હાઉસિસ પૈકીની એક બાટલીવાલા એન્ડ કરણી સિક્યુરિટીઝને હસ્તગત કરશે

B&K સિક્યુરિટીઝના MD શ્રી સાહિલ મુરારકા પણ આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે 360 વન ગ્રુપનો ભાગ બનશે અને બ્રોકિંગ એન્ડ કેપિટલ માર્કેટ્સ બિઝનેસનું નેતૃત્વ કરશે.

મુંબઈ, 29 જાન્યુઆરી,2025: ભારતના અગ્રણી પ્રીમિયર વેલ્થ અને એસેટ મેનેજર 360 વન ડબ્લ્યુએએમ (360 ONE WAM)એ રૂપિયા 1,884 કરોડ (રૂપિયા 200 કરોડની રોકડ અને રોકડને સમકક્ષનો સમાવેશ)માં બાટલીવાલા એન્ડ કરણી સિક્યુરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (બીએન્ડકે) અને બાટલીવાલા એન્ડ કરણી ફિનસર્વ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવા એક ડેફિનિટીવ એગ્રિમેન્ટમાં પ્રવેશ કર્યો છે. બીએન્ડકે એક અગ્રણી મિડ-કેપ બ્રોકરેજ કંપની છે, 360 ONE WAM to Acquire Batlivala & Karani Securities, one of India’s leading brokerage houses.

જે લગભગ તમામ અગ્રણી વિદેશી તથા ઘરેલુ ફાયનાન્શિયલ સંસ્થાઓને પોતાની સેવા પૂરી પાડી રહી છે. તે એક સંપૂર્ણ-સર્વિસ બ્રોકરેજ કંપની છે, જે આશરે 300 જેટલા પ્રોફેશનલ્સની મજબૂત ટીમ મારફતે પોતાની સર્વિસ પૂરી પાડી રહી છે અને સંસ્થાગત રોકાણકારો સાથે ડિલિંગ કરે છે, કોર્પોરેટ ટ્રેઝરી સર્વિસિસને લઈ તેના ક્લાઈન્ટ નિર્ધારીત કરવા માટેની ઓફર પણ ધરાવે છે.

બીએન્ડકે એક સ્વતંત્ર અને ભેદભાવ મુક્ત રિસર્ચ એટલે કે સંશોધન ઉપલબ્ધ કરાવવામાં અગ્રેસર છે,જે આશરે 450 કંપનીને આવરે છે અને એટલે જ તો આ કંપની મિડ તથા સ્મૉલ કેપ ક્ષેત્રમાં અગ્રણી બની રહી છે.

આ હસ્તાંતરણ એ સ્ટોક સ્વેપ અને આંશિક-રોકડ ટ્રાન્ઝેશનમાં સંયોજન કરવામાં આવેલ છે, જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે. આ ટ્રાન્ઝેક્શન એક વખત પૂરુ થઈ જશે એટલે વ્યૂહાત્મક હસ્તાંતરણ માર્કેટના તમામ સેગમેન્ટમાં 360 વનને તેના બ્રોકરેજ પ્લેટફોર્મને લઈ મદદરૂપ બનશે,

જેમાં તેના વર્તમાન ક્લાઈન્ટના આધારને સર્વિસ પૂરી પાડી ઈક્વિટી કેપિટલ માર્કેટ્સના વિકાસને વેગ આપી શકાશે. આ ઉપરાંત બીએન્ડકેની કોર્પોરેટ ટ્રેઝરીમાં એક મજબૂત ઉપસ્થિતિ 360 વનના ક્લાઈન્ટ આધાર માટે સિનર્જીનું અન્ય ક્ષેત્ર છે.

બીએન્ડકે સિક્યુરિટીઝ ખાતેના મેનેજીંગ ડિરેક્ટર શ્રી સાહિલ મુરારકા પણ આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે 360 વન ગ્રુપનો ભાગ બનશે અને બ્રોકિંગ એન્ડ કેપિટલ માર્કેટ્સ બિઝનેસનું નેતૃત્વ કરશે.

360 વન ડબ્લ્યુએએમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શ્રી કરણ ભગતે જણાવ્યું હતું કે “અમારી બન્ને કંપની માટે જે ભાગીદારી કરવામાં આવી છે તે અત્યંત મહત્વની ક્ષણ છે.

આ હસ્તાંતરણ એક બજારના અગ્રેસર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરશે. રિસર્ચ, એડવાઈઝરી તથા અન્ય તમામ ક્ષેત્રોમાં સર્વિસિસના વ્યાપક સ્પેક્ટ્રમના અમલીકરણની ક્ષમતાઓને વધારે સક્ષમ રીતે સંલગ્ન કરવામાં આવશે. અમે આ બિઝનેસમાં વૃદ્ધિ માટે સાહિલ તથા તેની ટીમ સાથે કામ કરતાં ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને અમારી સંસ્થા, કોર્પોરેટ તથા અલ્ટ્રા-હાઈ-નેટ-વર્થ ક્લાઈન્ટ્સ માટે વધારે સારા મૂલ્યનું સર્જન કરશું.”

બીએન્ડકે સિક્યુરિટીઝના મેનેજીંગ ડિરેક્ટર શ્રી સાહિલ મુરારકાએ જણાવ્યું હતું “અમે ભારતની સૌથી જૂની ફાયનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રની સંસ્થાઓ પૈકીની એક બીએન્ડકેના ઈતિહાસ તથા વારસાને લઈ ખૂબ જ ગૌરવ ધરાવી છીએ. 360 વન ડબ્લ્યુએએમ સાથેની અમારી આ ભાગીદારી અમારા માટે એક સહજ પ્રગતિ છે, જે અમારી સંસ્થાઓને સર્વશ્રેષ્ઠ સંકલનની ઓફર કરશે.

બીએન્ડકેની ઈક્વિટીઝ, ઈન્સ્ટિટ્યુશનલ અને કોર્પોરેટ ફાયનાન્શિયલ સર્વિસમાં જે નિપૂર્ણતા રહેલી છે તે 360 વનની વ્યાપક વેલ્થ મેનેજમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ ક્ષમતાઓ સાથે છે. અમે અમારા ગ્રાહકોને અસાધારણ સર્વિસિસ પ્રદાન કરવા વધુ ઘનિષ્ઠ રીતે કામ કરવા તથા આગળ વધવા માટે તત્પર છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.