યોગ સંવાદ બેઠકો દ્વારા યોગ ને જન જન સુધી પહોંચાડાંશે :યોગસેવક શીશપાલજી
પ્રતિનિધિ દ્વારાભિલોડા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ હિન્દુ યુવા વાહિની અરવલ્લી દ્વારા તક્ષશિલા વિદ્યાલય બાયડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષશ્રી શીશપાલજી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ યુવા વાહિની મધ્ય ગુજરાત ના ધર્માધ્યક્ષ મહંતશ્રી અરવિંદગીરીજી, મહંત શ્રી બહાદુરગીરી,તક્ષશિલા વિદ્યાલય ટ્રસ્ટીશ્રી અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અધ્યક્ષ શીશપાલજી નું ફુલહાર તેમજ પ્રતિમા આપી હિન્દૂ યુવા વાહીની પ્રદેશ પ્રચારક હર્ષુ પંડ્યા તેમજ હિ.યુવા બાયડ અધ્યક્ષ જયકીશનભટ્ટ દ્વારા સ્વાગત કરવા માં આવ્યું હતું. જે પ્રસંગે અધ્યક્ષ શ્રી શીશપાલજી એ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ને યોગ એ ભારતની ભેટ છે.જે વ્યક્તિના સ્વસ્થ અને નિરોગી જીવનનો આધાર છે. ભારતની અમૂલ્ય સંસ્કૃતિ ની ભેંટ સમાન યોગ ને પોતાના જીવન નો એક અભિન્ન અંગ બનાવો. હંમેશા યોગ કરો અને નિરોગી રહો..આગામી સમય માં સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં “યોગ” ને જન જન સુધી પહોંચાડવાના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સ્વપ્ન ને મૂર્તિમંત કરવાના ભાગરૂપે વિવિધ જગ્યા એ યોગ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોગ – પ્રવૃત્તિઓ ના માધ્યમથી યોગનો વ્યાપ જન-જન સુધી પહોંચાડાશે જે પ્રસંગે યુવા મોરચા અરવલ્લી જિલ્લા પ્રભારી દેવલ ત્રિવેદી, બીજેપી યુવા મોરચા બાયડ અધ્યક્ષ તપન પટેલ, હિન્દૂ યુવા વાહીની મહીસાગર અધ્યક્ષ વિશાલ જોશી, કેતન બ્રહ્મભટ્ટ, મિતેશભાઈ પટેલ, અક્ષય પટેલ તેમજ અન્ય સ્થાનીય બાયડ ના યુવાનો, વડીલો તેમજ તક્ષશિલા વિધાલય પરિવાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.