ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે ખુશી કપૂર?
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની લાડલી દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેને ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કર્યું હતું. હવે તે જુનૈદ ખાન સાથે લવયાપામાં જોવા મળશે જેનું આ દિવસોમાં પુરજોશથી પ્રમોશન થઈ રહ્યું છે.
આ વચ્ચે ખુશીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યાે છે, જેમાં તે મિસ્ટ્રી મેનની બાહોમાં જોવા મળી રહી છે, જેને જોઈને યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.ખુશી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ હોય છે. તે પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતી હોય છે.
આ વચ્ચે તેણે મિસ્ટ્રી મેન સાથેનો એક ફોટો શેર કર્યાે છે. તેના કેપ્શનમાં ખુશીએ લખ્યું છે તે ગ્રીડ સુધી પહોંચી ગયો છે, જલ્દીથી તે તમારા દિલ સુધી પહોંચશે. તેને આ બ્લેક એન્ડ વ્હાઇટ મિરર સેલ્ફી પોસ્ટ કરી છે. જેમાં ખુશી મિસ્ટ્રી મેનની બાહોમાં મિરર સેલ્ફી લેતી જોવા મળે છે.
અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે. જેના પર યુઝર્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે અને જાત જાતના સવાલો પણ કર્યા છે. એક યુઝરે લખ્યું આ વેદાંગ રૈના છે કે ઈબ્રાહિમ અલી ખાન? યુઝર્સે લખ્યું શું ખુશીના જીવનમાં પ્રેમ પ્રકરણની એન્ટ્રી થઈ છે? તો અન્ય યુઝર્સે લખ્યું તેની ફિલ્મ આવી રહી છે તો આ એક પબ્લિસિટી સ્ટંટ છે.SS1MS