મારું સપનું સાકાર થયું: શર્લિન
મુંબઈ, જાણીતી અભિનેત્રી શર્લિન ચોપરાએ એક બાળકીને દત્તક લીધી હોવાની ચર્ચાને લઈ લાઈમલાઈટમાં આવી છે. તાજેતરમાં શર્લિન ચોપરા એક રેસ્ટોરાંની બહાર નીકળી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી અને પૂછ્યું હતું કે શું તે છોકરીની દત્તક લીધી છે.
હવે શર્લિને સોશિયલ મીડિયા પર દીકરી સાથે તસવીર પણ શેર કરી છે અને કેપ્શન પણ લખ્યું છે.હવે શર્લિને બાળક સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સુંદર કેપ્શન લખ્યું છે, ‘એક આશીર્વાદ જેની તોલે કંઈ ન આવે.’ ઘણા લોકોએ તેના આ પગલાની પ્રશંસા કરી છે તો કેટલાકે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે.શર્લિને બાળકી સાથે એક વીડિયો પણ શેર કર્યાે છે.
વીડિયોમાં શર્લિન કહે છે, ‘સારો નિર્ણય લીધો ને? બાળકના જન્મ થોડા મહિના પહેલા જ થયો છે. આમ કહેતા તે બાળકીના ગાલ પર પપ્પી કરે છે અને કહે છે કે ‘મારું સપનું સાકાર થયું.’શર્લિન પહેલા જ બાળકીના નામ વિશે જણાવી ચૂકી છે.
તેણે બાળકો વિશે પણ વાત કરી અને કહ્યું, ‘મને લાગે છે કે હું માતા બનવા માટે જન્મી છું, કારણ કે જ્યારે પણ હું બાળકો વિશે વિચારું છું, ત્યારે મને અપાર ખુશીનો અનુભવ થાય છે. તેના આવતા પહેલા જ હું ખૂબ ખુશ હતી તો જરા કલ્પના કરો કે તેના આગમન પછી મને કેટલો આનંદ થયો હશે.
તેણે વધુમાં કહ્યું હતું કે તેની ઇચ્છે છે કે તેના બાળકનું નામ એ અક્ષરથી શરૂ થાય, કારણ કે તેને એથી શરૂ થતા નામ પસંદ છે. શર્લિને કામ બાબત વાત કરતા જણાવ્યું કે ‘હું કામ ચાલુ રાખીશ, પરંતુ હું બાળકને મારી સાથે લઈ જઈશ. શરૂઆતમાં હું મારી ગેરહાજરીમાં મારા બાળકની સંભાળ રાખી શકે તેવી મેડને પણ રાખીશ.
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ગયા વર્ષે, શર્લિન ચોપડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ૨૦૨૧ થી સિસ્ટમિક લ્યુપસ એરિથેમેટોસસ (એસએલઇ) નામની ઓટોઇમ્યુન બીમારી સામે ઝઝૂમી રહી છે.
તેણે એ પણ જણાવ્યું હતું કે તે આ બીમારીને કારણે કદી માતા નહીં બની શકે.તેના ડૉક્ટરે તેને આ બીમારીને નિયંત્રણમાં રાખવા કહ્યું હતું. અને દિવસમાં ત્રણ વખત, સવારે, બપોર અને સાંજે આ માટે દવાઓ લેવા કહ્યું હતું. તેણે કહ્યું કે મારે ક્યારેય પ્રેગ્નન્સી વિશે વિચારવું જોઈએ નહીં, કારણ કે તે બાળક અને માતા બંને માટે ઘાતક હોઈ શકે છે.SS1MS