આમિર ખાને ગીત ગાયું તો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
મુંબઈ, આમિર ખાનનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આમિર ખાન ગીત ગાતો જોવા મળે છે. વાઈરલ વીડિયોમાં આમિર ખાન પહેલા નશા ગીત ગાતો જોવા મળે છે, જ્યારે ઘરમાં હાજર મહેમાનો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.ચોકલેટી હીરો ગણાતા આમિર ખાન વાસ્તવમાં બહુમુખી પ્રતિભા ધરાવતો કલાકાર છે.
તેના ફેન્સે તેણે એક્ટિંગથી લઈને ડાન્સિંગ ઘણા રૂપમાં જોયો છે. આમિરે પડદા ઉપર તો ગીત ગાયું છે, પરંતુ આમિર ખાનને ક્યારેય લાઈવ ગીતો ગાતા નથી જોયો. હવે આમિર ખાને તેના ચાહકોની આ ઈચ્છા પણ પૂરી કરી છે.
આમિર ખાન તેના ઘરે મહેમાનોની સામે ‘પહેલા નશા’ ગીત ગાતો જોવા મળ્યો હતો. આમિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં જ આમિર ખાને એલી અવરામની પહેલી મરાઠી ફિલ્મ ‘ઇલુ ઇલુ ૧૯૯૮’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ ફિલ્મની સ્ક્રિનિંગ બાદ આમિર ખાને ફિલ્મના કલાકારોને એકસાથે મળવા માટે પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. સુપરસ્ટારના ઘરે હાજર લોકોએ બુધવારે રાત્રે સમારોહના ઘણા વીડિયો શેર કર્યા છે.SS1MS