Western Times News

Gujarati News

રિલીઝ થયાના કલાકોમાં જ લીક થઈ શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’

મુંબઈ, વર્ષ ૨૦૨૫ની સૌથી મોટી ફિલ્મોમાંની એક શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થયાના થોડા કલાકો બાદ તરત જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. અને તે પણ એચડી ફોર્મમાં લીક થઈ છે, જેના કારણે હવે મેકર્સને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

આ ફિલ્મ ૩૧ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના રિવ્યુ આવવાનું શરૂ થયું હતું અને તે દરમિયાન તેના લીકના સમાચાર સામે આવ્યા છે.ફિલ્મમાં શાહિદ કપૂરને પોલીસના રોલમાં જોવા મળે છે અને ચાહકો તેને પોલીસ યુનિફોર્મમાં જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

થિયેટરોમાં દર્શકોની ભીડ એકઠી થાય તે પહેલાં જ આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. એક રિપોર્ટ પ્રમાણે ‘દેવા’ ફિલ્મ ડાઉનલોડ કરવા માટે અલગ અલગ કીવડ્‌ર્સ દ્વારા ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો ‘દેવા’ એક એક્શન ફિલ્મ છે, જેમાં શાહિદ પોલીસના રોલમાં જોવા મળી રહ્યો છે, જ્યારે પૂજા હેગડે એક પત્રકારની ભૂમિકામાં જોવા મળે છે. તેમની સાથે ગિરીશ કુલકર્ણી અને કુબ્રા સૈત પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.

‘દેવા’ નું નિદર્શન મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્‌›ઝ દ્વારા કરવામાં આવ્યું છે.ફિલ્મના ટ્રેલરથી લઈને દરેક ગીતો હિટ ગયા છે. હવે, આ ફિલ્મ પણ હિટ થવાની આશા છે, કારણ કે, ફિલ્મની ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં શાહિદની એન્ટ્રી એક ડાન્સ સાથે થાય છે અને પોલીસ અધિકારીની ભૂમિકામાં તેની એક્શન દર્શકોને ચુંબકની જેમ પોતાની સીટ પર બાંધીને રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.