Western Times News

Gujarati News

સલમાન સાથે બીજી વખત સ્ક્રીન શેર કરતી જોવા મળશે રશ્મિકા મંદાના

મુંબઈ, બોલીવૂડના ભાઈજાન અને સલમાન ખાન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પહેલી જ વખત એક સાથે ફિલ્મ સિકંદરમાં સાથે જોવા મળશે.

હાલમાં બંને જણ આ ફિલ્મની શૂટિંગ પણ કરી રહ્યા છે.આ બધા વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે જેં એવું જાણવા મળી રહ્યું છે કે બંને જણ ફરી એક વખત ડિરેક્ટર એટલીના આગામી પ્રોજેક્ટ માટે ફરી સાથે આવશે.

મેકર્સ પુષ્પા-ટુમાં રશ્મિકાની એક્ટિંગથી એટલા પ્રભાવિત થઈ ગયા છે જેને કારણે દર્શકોને ફરી એક વખત સલમાન ખાન અને રશ્મિકા મંદાનાને સાથે જોવા મળશે.સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાન અને રશ્મિકા મંદાનાએ સિકંદરના સેટ પર શાનદાર કામ કર્યું છે.

ફિલ્મ પુષ્પા ટુમાં રશ્મિકાની એક્ટિંગથી સલમાન અને એટલી બંને પ્રભાવિત થયા હતા. આ જ કારણ છે કે મેકર્સે સલમાન અને એટલીની આગામી ફિલ્મમાં પણ રશ્મિકાને સાઈન કરવાનો નિર્ણય લીધો છે.

ડિસેમ્બર, ૨૦૨૪માં એટલીએ કન્ફર્મ કર્યું હતું કે તેની આગામી ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે, જોકે આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. પરંતુ એને એ૬ એવું ટાઈટલ આપવામાં આવ્યું છે.એટલું જ નહીં પણ કથિત રીતે એટલી ઈન્ડિયન સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનાવવા માટે રજનીકાંત કે કમલ હસનને લઈને કાસ્ટિંગમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એટલીએ જણાવ્યું હતું કે એ૬એક એવી ફિલ્મ છે કે જેમાં સમય અને એનર્જી લાગશે. અમે લોકોએ સ્ક્રિપ્ટનું કામ પૂરું કરી લીધું છે અને અમે લાસ્ટ સ્ટેજ પર છીએ. ભગવાનના આશિર્વાદથી ટૂંક સમયમાં જ આની દબદબાભેર જાહેરાત કરવામાં આવશે. સિંકદરની વાત કરીએ તો મેકર્સે ટીઝર રિલીઝ કરી દીધું છે.

૮૦ સેકન્ડના ટ્રેલરમાં સલમાન એકદમ એકશન મોડમાં જોવા મળ્યો છે અને આ ફિલ્મ ૨૦૨૫માં ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા સિવાય સત્યરાજ, પ્રતિક બબ્બર, કાજલ અગ્રવાર અને શરમન જોષી જેવા કલાકારો જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.