Western Times News

Gujarati News

MS ધોની અને Emcureનાં નમિતા થાપર મહિલા સ્વાસ્થ્ય જાગૃત્તિને પ્રોત્સાહન આપવા જોડાયા

મુંબઇ, ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોની અને એમક્યોર ફાર્માનાં હોલ – ટાઇમ ડિરેક્ટર નમિતા થાપરે એક અસરકારક સંવાદમાં સ્ત્રીઓનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાની તાત્કાલિક આવશ્યકતાને સંબોધિત કરી. Cricket Icon MS Dhoni and Emcure’s Namita Thapar Unite to Champion Women’s Health Awareness.

નમિતાએ મહિલાઓનાં સ્વાસ્થ્ય પરનાં તેના પોડકાસ્ટ – અનકન્ડિશન યોરસેલ્ફ વિથ નમિતા પર એક વીડિયો શેર કર્યો હતો, જે દર્શાવે છે કે કેવી રીતે મહિલાઓ પરિવારનો મુખ્ય ભાગ હોવા છતાં અવારનવાર તેમનાં સ્વાસ્થ્યની અવગણના કરે છે અને તેને હળવાશમાં લે  છે. આ વીડિયો મહિલાઓના સ્વાસ્થ્યનાં બાબતે શરમ છોડી અને તેના વિશે ખુલ્લો સંવાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, અવગણવાનાં વલણથી દૂર રહેવાની હિમાયત કરે છે અને મહિલાઓને તેમના સ્વાસ્થ્યની ચિંતાઓ વિશે અવાજ ઉઠાવવા પ્રોત્સાહન આપે છે.

આ ચર્ચા એમક્યોરના અર્થ કેમ્પેનનો એક ભાગ હતી, જે સામાજિક વલણો પર પ્રકાશ પાડવા અને મહિલાઓને તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત કરવા માટે સમર્પિત હતી. અર્થ બાય એમક્યોર સપ્લિમેન્ટ્સની એક વિશિષ્ટ રેન્જ છે જે મહિલાઓની અનન્ય સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે અને તે તેમને તમામ તબક્કામાં સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે.

નમિતાએ એક નિખાલસ વાતચીતમાં ધોની પર ગુગલી ફેંકી અને પૂછ્યું કે શું તે પોતાના અને સાક્ષી (તેમના પત્ની) ના હિમોગ્લોબિન સ્તરને જાણે છે. ધોનીએ સ્વીકાર્યું કે તેને ખ્યાલ નથી. નમિતા અને ધોની બંને સંમત થાય છે કે પરિવારના મુખ્ય ભાગ હોવા છતાં અને દરેકની સંભાળ રાખતી હોવા છતાં, સ્ત્રીઓ અવારનવાર પોતાના સ્વાસ્થ્યને અવગણે છે.

જ્યારે મહિલાઓ તેમના પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરે છે ત્યારે પરિવારનાં સભ્યો તેને અવગણે છે. ધોની જણાવે છે કે, “’યે નોર્મલ હૈ’ જેવી મજાક ઉડાવતી ટિપ્પણીઓને સહાનુભૂતિ અને તેના પર પગલા લઇને બદલવાની જરૂર છે. મહિલાઓને સાંભળવી જોઈએ અને તેમને ટેકો આપવો જોઈએ, તમને  નકારવા જોઈએ નહીં.”

તેઓ આગ્રહ રાખે છે કે પુરુષો અને સ્ત્રીઓએ આ પરિવર્તન લાવવામાં સમાન ભૂમિકા ભજવવી જોઈએ,  આ પ્રકારની સભ્યતાની હિમાયત કરવી જોઈએ જે મજાક ઉડાવતી ટિપ્પણીઓ અથવા મહિલાઓના મુદ્દાઓ પ્રત્યે ઉદાસીન વલણથી મુક્ત હોય. આપણે મહિલાઓને ફક્ત તેમના સ્વાસ્થ્ય વિશે ખૂલીને વાત કરવા માટે જ નહીં, પરંતુ સમયસર પગલાં લેવા માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ જેમ કે નિયમિત આરોગ્ય તપાસ અને સમયસર સારવાર કરાવવી.

મહિલાઓના સ્વાસ્થ્ય માટે હિમાયતી નમિતા થાપર પણ ધોનીની વાતને સમર્થન આપે છે. તે કહે છે, “કદાચ તે પીએમએસ (પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ) અથવા હોર્મોનલ મૂડ સ્વિંગમાંથી પસાર થઈ રહી છે, જેવી ટિપ્પણીઓ પર મહત્વનું ન હોય એ પ્રકારનું વલણ ઘણીવાર મહિલાઓને બોલતા નિરાશ કરે છે. સહાયક અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ બનાવીને આ સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરવો અને સ્વાસ્થ્ય ક્યારેય મહિલાઓના પર્સનલ અને પ્રોફેશ્નલ વિકાસમાં અવરોધ ન બને એ ખાતરી કરવી જરૂરી છે.”

ધોનીએ આ વિડિઓનો અંત એક સરળ છતાં અસરકારક સંદેશ સાથે કર્યો છે: “હેલ્થ ઇઝ વેલ્થ. થોડો આરામનો ત્યાગ કરો, થોડો સમય ખુદને આપો અને તેનું રોકાણ તમારા સ્વાસ્થ્યમાં કરો; તે તમને સારું વળતર આપશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.