Western Times News

Gujarati News

અમદાવાદમાં 8 વર્ષ પહેલાં હત્યા કરનાર આરોપી ઓળખ છુપાવી અમદાવાદની હોટલમાં કામ કરતો હતો

નવનીત પ્રકાશનના માલિકનો હત્યારો ૮ વર્ષ પછી પકડાયો

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરની સ્પેશીયલ ઓપરેશન ગ્રપ એસઓોજી ની ટીમે નવનીત પ્રકાશનના માલીક નવનીતભાઈ શાહની (Navneet Prakashan Owner Navnit shah murder case solved) હત્યા કેસમાં છેલ્લા ૮ વર્ષથી ફરાર આરોપી શંકર રાજેન્દ્રર ગોસ્વામીને અમદાવાદના જોધપુર વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આરોપી પોતાની ઓળખ છુપાવીને અમદાવાદની પ્રાઈમ ડાઈન હોટલમાં ચાઈનીઝ હેલ્પર તરીકે કામ કરતો હતો.

આ કેસમાં આરોપીઓએ પ કરોડની ખંડણી માટે નવનીતભાઈનું અપહરણ કરવાનું કાવતરું રચ્યું હતું. યુનીયનના પ્રશ્ને વાત કરવાના બહાને બોલાવી તેમનું અપહરણ કર્યા બાદ હત્યા કરી નાખી હતી. આરોપીઓએ મૃતકની સોનાની ચેઈન અને હીરાની વીટીની લુંટ ચલાવી તેમજ તમામ ઓળખ પુરાવાનો નાશ કર્યો હતો.

નવીન શાહ હત્યા કેસમાં છ આરોપીઓને આજીવન કેદ

ર૦૧૭માં આ કેસમાં જીગ્નેશ ભાવસાર રમેશ પટેલ, શૈલેષ પટેલ, બંકીમચંદ્ર પટેલ,ઉત્પલ પટેલ અને પરીન ઠકકર સહીત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમને ર૦રરમાં ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.જયારે શંકર ગોસ્વામી ફરાર હતો.

રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ એન જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એઅચ. આઈ. ભાટીની ટીમે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ધરપકડથી બચવા દેશના વિવિધ રાજયોમાં ફરતો હતો અને કોરોના મહામારી બાદ દિલ્હીથી અમદાવાદ આવી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.