રેમ્પ વોક વચ્ચે અચાનક જ રડી પડતા સોનમ કપૂરને યુઝર્સ એ કરી ટ્રોલ
સોનમ ‘બ્લેન્ડર્સ પ્રાઇડ ફેશન ટૂર ૨૦૨૫’ નો ભાગ હતી
બોલિવૂડ ફેશનિસ્ટા સોનમ કપૂર હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને કિલર ફેશન સેન્સથી પોતાના ચાહકોમાં છવાયેલી રહે છે
મુંબઈ,બોલિવૂડ ફેશનિસ્ટા સોનમ કપૂર હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને કિલર ફેશન સેન્સથી પોતાના ચાહકોમાં છવાયેલી રહે છે. હાલમાં જ્યારે સોનમે રેમ્પ વોક કર્યું, ત્યારે તેણે ફરી એકવાર તેના ચાહકોને તેના મોહક અંદાજથી દિવાના બનાવી દીધા.પરંતુ રેમ્પ પર ચાલતી વખતે સોનમ અચાનક ધ્›સકે ધ્›સકે રડવા લાગી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સોનમને રડતી જોઈને ચાહકો એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા કે તે કેમ રડી?હકીકતમાં સોનમ ‘બ્લેન્ડર્સ પ્રાઇડ ફેશન ટૂર ૨૦૨૫’ નો ભાગ હતી. રેમ્પ વોક દ્વારા સોનમે સ્વર્ગસ્થ ફેશન ડિઝાઇનર રોહિત બાલને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમનું ગયા વર્ષે ૬૩ વર્ષની વયે નિધન થયું હતું.ત્યારે સોનમ ફેશન ડિઝાઇનરને યાદ કરીને રેમ્પ પર રડવા લાગી.
સોનમે આ કાર્યક્રમની પોતાની તસવીરો શેર કરી અને કહ્યું- દિગ્ગજ રોહિત બાલને શ્રદ્ધાંજલિ આપવા માટે ચાલવું એ સન્માનની વાત છે. તેમની યાદમાં રનવે પર ચાલવું ખૂબ ભાવનાત્મક અને પ્રેરણાદાયક બંને હતું. એક એવા ડિઝાઇનર માટે સેલિબ્રેટ કરવું કે, જે હંમેશા એક આઇકોન હતા અને રહેશે.રેમ્પ પર સોનમને રડતી જોઈને તેના ચાહકો પણ ભાવુક થઈ ગયા. જોકે, ઘણા યુઝર્સ એવા છે જે અભિનેત્રીના રડવાને ઓવરએક્ટિંગ કહીને ટ્રોલ કરી રહ્યા છે. સોનમના લુક વિશે વાત કરીએ તો સોનમ સફેદ રંગના ફ્લોર લેન્થ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ડ્રેસ ઉપર પ્રિન્ટેડ શ્રગ કરેલો હતો. સોનમે વાળમાં લાલ ગુલાબ લગાવીને પોતાના લુકને ફાઈનલ ટચ આપ્યો. તેમનો આ લુક ચાહકોને ખૂબ ઈમ્પ્રેસ કરી રહ્યો છે.SS1