Western Times News

Gujarati News

લીઝની જમીનમાંથી રેતી કાઢવાના પ્રશ્ને ૪ શખ્સોનો હુમલો

પ્રતિકાત્મક

(એજન્સી)જામનગર, જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા અને રેતીની લીઝ ધરાવતા એક બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની અને પુત્ર ઉપર હુમલો કરી દઈ ઇજા પહોંચાડવા અંગે ધ્રાંગડા ગામના ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

તમારી લીઝની જમીનમાં અમારી પાંચ ગાડી ચલાવવા દેવી પડશે, અને જો તે ગાડી ચલાવવા નહીં આપો તો અમોને પૈસા આપવા પડશે, તેમ કહી ધાકધમકી આપ્યાની અને દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવામાટે હડધૂત કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જયારે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા કરસનભાઈ દેવશીભાઈ મકવાણા નામના ૮૨ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર નરેશ અને પોતાના પત્ની રૂડીબેન પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એઝાઝ સુમાર સફિયા, ઈકબાલ સુમાર સફિયા, યાકુબ સુમાર સફિયા અને રાજેશ નાનજી દેવીપુજક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડી.વાય.એસ.પી. એ હુમલા તેમજ એસ્ટ્રોસીટી એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની લીઝની જમીનમાં ઉપરોક્ત આરોપીઓ ઘૂસી ગયા હતા, અને ખાંભા વગેરે કાઢી નાખ્યા હતા. જે અંગે તેઓને રોકવા જતાં ચારેય આરોપીઓએ તમારી લીઝની જમીનમાં અમારી પાંચ ગાડી ચલાવવા દેવી પડશે, અને જો ગાડી ચલાવવા નહીં આપો તો અમને પૈસા આપવા પડશે. જેની ના પાડતાં ચારેય આરોપીઓ ઉસકેરાયા હતા અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ ઉપરાંત સામા પક્ષે યાકુબ સુમારભાઈ જખરાએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર હુમલો કરવા અંગે રમેશભાઈ કરસનભાઈ મકવાણા તેમજ નરસિંભાઈ કરસનભાઈ મકવાણા અને અતુલ રમેશભાઈ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જેઓ લિઝ માં રેતી કાઢતા હોવાથી પોતાનો ભાઈ રજાક વિડીયો ઉતારી રહ્યો હોવાથી તમામ આરોપીઓએ ઉસકેરાઈ જઇ આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.