Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરાયો છે. એનએસયુઆઈ NSUI દ્વારા બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-૧નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ગાંધીનગરનાં એક વિદ્યાર્થી દ્વારા ૩૦૦ રૂપિયામાં પેપર વેચવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. જેની ચેટ અને ઓડિયો રેકો‹ડગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

એનએસયુઆઈએ પેપર ખરીદ-વેચાણ માટે વિદ્યાર્થીઓના બનાવેલા વોટ્‌સએપ ગ્રુપની ચેટ જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થી દ્વારા પેપર વેચવાનો દાવો કરાઈ રહ્યો છે. જે મામલે ઝડપી તપાસની પણ માગ કરાઈ છે. વાયરલ ચેટમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જો પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પરત. ૧૦૦ વિદ્યાર્થીઓ એકઠા થઈને ૩૦૦-૩૦૦ રૂપિયા આપે તો એક પેપર આપવાની વિદ્યાર્થી ઓફર કરી રહ્યો છે.

આ પેપર એક વિદ્યાર્થી દીઠ ૩૦૦ રૂપિયામાં આપવાનું હતું. ૧૦૦ વિદ્યાર્થીઓ થાય તો જ પેપર આપવાનું હતું એટલે કે કુલ ૩૦ હજારમાં પેપર વેચવાનું હતું પરંતુ ૬૦ લોકોએ જ પૈસા આપતા ૧૮ હજાર રૂપિયા લીધા હતા. પ્રથમ પેપર માટે ૩૦ હજાર ત્યારબાદ બીજા પેપર માટે ડબલ પૈસા થશે તેવી વાતચીત પણ કરી હતી.

આ મામલે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે નીરજા ગુપ્તા જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.