ડીજીટલ વેલ બીઇંગ ઇન્ડેક્ષમાં ભારત ટોચના ક્રમે
નવી દિલ્હી, આગામી ૧૧ ફબ્રઆરીના રોજ આવી રહેલાં ‘સેફર ઇન્ટરનેટ ડે’ પહેલાં સ્નેપચેટ દ્વારા ડીજીટલ વેલ બીઇંગ ઇન્ડેક્ષ જાહેર કરાયો હતો જેમાં ભારત સહિત વિશ્વના છે દેશોના ઝેન-ઝેડ (આધુનિક યુવાન પેઢી)ના ઉભરી રહેલાં ઓનલાઇન અનુભવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઇન્ડેક્ષના સર્વે બાદ વ્યક્ત કરાયેલાં તારણમાં એવો સંકેત કરાયો હતો કે ભારતના યુવાનોએ ખુબ મજબૂત રીતે ડીજીટલ વેલ બીઇંગને જાળવી રાખ્યું છે. તેમ છતાં દેશમાં હજુ પણ ઓનલાઇન જોખમના પડકારો યથાવત રહેવા પામ્યા છે.
ભારત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, યુકે અને યુએસ જેવા છ દેશોના ૯૦૦૦ જેટલા લોકોના કરાયેલા સર્વેમાં ૧૩ થી ૧૭ વર્ષની વયના ટીનએજર, ૧૮ થી ૨૪ વર્ષના યુવાનો, ૧૩ થી ૧૯ વર્ષની વયના ટીનએજરના માતા-પિતા સહિત ઝેન ઝેડની કેટેગરીમાં આવતા યુવાનોના ડીજીટલ વેલ બીઇંગની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સર્વેમાં ભારતે સતત ત્રીજા વર્ષે ડીજીટલ વેલ બીઇંગના ક્ષેત્રે ૬૭નો સ્કોર હાંસલ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જે દર્શાવે છે કે ભારતના યુવાનોના માતા-પિતા પણ તેઓની સાથે જોડાયેલા રહ્યા હતા અને તેઓની પાસે સપોર્ટ કરતું નેટવર્ક પણ ઉપલબ્ધ હતું.
આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભારતના ૭૮ ટકા ઝેન-ઝેડ ઓનલાઇન પ્રવૃત્તિ કરતી વખતે સલામતી માટે કોઇ ચોક્કસ સપોર્ટ હોય તેની માંગણી કરી હતી. મજાની વાત એ છે કે ૨૦૨૩ના વર્ષ દરમ્યાન ૬૫ ટકા લોકોએ આવી માંગણી કરી હતી.
યુવાનો અને ટીનએજર ઓનલાઇન પ્રવૃત્તિ કરે છે તેના ઉપર માતા-પિતા કેટલી દેખરેખ રાખે છે જેની ટકાવારીમાં પણ વધારો નોંધાયો હતો, કેમ કે આ સર્વે દરમ્યાન જાણવા મળ્યું હતું કે ૭૦ ટકા જેટલા ઝેન-ઝેડ અને ટીનએજરની ઓનલાઇન પ્રવૃત્તિઓ ઉપર તેઓવા માતા-પિતાએ પૂરતી દેખરેખ રાખી હતી જે સર્વે કરાયેલાં છ દેશો પૈકી સૌથી મોટી ટકાવારી સાબીત થઇ હતી.
જો કે આટલા બધા પોઝીટીવ સંકેતો હોવા છતાં રિપોર્ટમાં ભારતમાં હજુ પણ સેક્સટોરશન (ડીજીટલ એરેસ્ટ કરીને બ્લેકમેઇલ કરવું અથવા પૈસા પડાવવા)નું પ્રમાણ ઘણું ઉંચુ રહેવા પામ્યું છે જે ખરેખર ચિંતાનો વિષય છે.SS1MS