કોલકાતાની આરજી કર કોલેજમાં જૂનિયર મહિલા તબીબનું મોત
નવી દિલ્હી, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજની એક ૨૦ વર્ષીય એમબીબીએસની વિદ્યાર્થિનીનો મૃતદેહ પોતાના રૂમમાંથી મળી આવ્યો છે.
મૃતક વિદ્યાર્થિનીની માતા ઈએસઆઈ ડોક્ટર છે. એવામાં એ પોતાની માતાની સાથે રહેતી હતી. ઘટનાસ્થળ પર સૌથી પહેલી વિદ્યાર્થિનીની માતા પહોંચી હતી. ત્યાર પછી તેમણે મદદ માટે પડોશીઓને બોલાવ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા મુજબ ડિપ્રેશનમાં હોવાથી યુવતીએ આપઘાત કર્યાે હોઈ શકે છે. પરંતુ આપઘાતનું સાચું કારણ તપાસ પછી જ બહાર આવશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઘટનાની રાત્રે વિદ્યાર્થિની પોતાના રૂમમાં હતી. માતાએ પુત્રીને બોલાવવા માટે કેટલીયે વાર દરવાજો ખટખટાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ સાંપડ્યો નહીં. એવામાં માતાએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો તો પોતાની પુત્રી અંદર ગળાફાંસો ખાઈને લટકી રહી હતી.
માતાએ પડોશીઓને મદદ માટે બૂમ પાડી, પછી પડોશીઓ આવ્યા અને પુત્રીને નીચે ઉતારીને નજીકની ઈએસઆઈ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તબીબીઓ એમબીબીએસની વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન, કમરહાટી પોલીસ સ્ટેશનને આકસ્મિક મોતનો મામલો નોંધીને તપાસ શરુ કરી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસના કહેવા મુજબ રૂમમાંથી કોઈ પણ સ્યુસાઇડ નોટ મળી નથી. પરિવાર તરફથી પણ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જોકે, પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ પોલીસ સૂત્રોના કહેવા મુજબ વિદ્યાર્થિનીને કોઈ જૂની બીમારી હતી, જેના કારણે એ ડિપ્રેશનમાં રહેતી હતી.SS1MS