રકુલ અને ભૂમિ સાથે અર્જુનના પ્રેમની આંટીઘૂંટી એટલે મેરે હસબન્ડ કી બીવી
મુંબઈ, આધુનિક સમયમાં ડિવોર્સ બાદ જીવનની નવેસરથી શરૂઆત કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. નવી શરૂઆત બાદ પણ ભૂતકાળને ભૂલવાનું સહેલું નથી અને વ્યક્તિના જીવનમાં પૂર્વ પત્ની અને હાલની પત્ની વચ્ચે સરખામણી થતી રહે છે. રકુલ પ્રીત અને ભૂમિ પેડનેકર સાથે અર્જુન કપૂરના આવા જ પ્રણય ત્રિકોણની આંટી ઘૂંટીને ‘મેર હસબન્ડ કી બીવી’માં રજૂ કરાઈ છે.
અર્જુન કપૂરનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મનું ટ્રેલર મુંબઈ ખાતે રિલીઝ થયું હતું. વિચિત્ર સંબંધો તથા અનોખી પરિસ્થિતિ વચ્ચે અટવાતા ત્રણ વ્યક્તિના જીવનના ઉતાર-ચડાવની ઝલક તેમાં જોવા મળી હતી. ફિલ્મમાં ભૂમિએ અર્જુનની બોલ્ડ એક્સ-વાઈફ પ્રભલીનનો રોલ કર્યાે છે. પ્રભલીન પોતાની યાદશક્તિ ગુમાવી રહી છે અને તેને અર્જુન સાથેના ડિવોર્સની ઘટના જ યાદ નથી. અંકુરનો લીડ રોલ અર્જુને કર્યાે છે.
અંકુરે ડિવોર્સ બાદ અંતરા (રકુલ) સાથે લગ્ન કર્યા છે. પ્રભલીનના આગમન વચ્ચે તેઓ પોતાના લગ્ન જીવનને ટકાવવા માગે છે પણ બંને પત્નીઓ વચ્ચે અટવાયેલા અર્જુનની હાલત કફોડી છે.
‘એક્સ-પ્યાર’ અને ‘કરંટ દિલદાર’માંથી કોની પસંદગી કરવી તે અંકુરને સમજાતું નથી.આ ફિલ્મમાં પતિને પ્રભાવિત કરવા માટે બંને મહિલાઓ તરફથી થઈ રહેલા પ્રયાસોને દર્શાવાયા છે. બોલિવૂડની અનેક ફિલ્મોમાં જોવા મળેલી ફોર્મ્યુલાને નવી સ્ટોરી સાથે ફરી અજમાવવામાં આવી છે.
સામાન્ય રીતે ગંભીર રોલમાં જોવા મળતી ભૂમિ આ વખતે ગ્લેમરસ જણાય છે. પોતાની મરજી મુજબ જીવવા માગતા અને દરેક ઘટનાનું પ્લાનિંગ કરતા લોકોની હાલતને રમૂજ અને કટાક્ષ સાથે દર્શાવવામાં આવી છે.ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ડાયરેક્ટર મુદસ્સર અઝીઝે ઈન્ડસ્ટ્રીમાં કોમેડી ફિલ્મોને યોગ્ય ટ્રીટમેન્ટ ન મળતી હોવાનું કહ્યું હતું.
આ ફિલ્મને ફેમિલી એન્ટરટેઈનર ગણાવતાં મુદસ્સરે કહ્યું હતું કે, ભારતીય સિનેમા અને એવોર્ડના ઈતિહાસ તરફ નજર નાખીએ તો સમજાશે કે કોમેડી ફિલ્મોને ખાસ મહત્ત્વ મળ્યું નથી. કોમેડી ફિલ્મો યાદગાર બનતી નથી. આમ છતાં ફેમિલી સાથે આવી ફિલ્મો જોવાનું ગમે છે. પરિવાર સાથે જવાનું હોય તો કોમેડી વધારે પસંદ થાય છે. ફિલ્મ જોઈને ચહેરા પર હાસ્ય આવે એ મોટી વાત છે.
૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં સ્ટેન્ડ અપ કોમેડી આર્ટિસ્ટ હર્ષ ગુજરાલ, શક્તિ કપૂર અને ડીનો મોરિયા પણ મહત્ત્વના રોલમાં છે.SS1MS