કુંભના મેળામાં શ્રધ્ધાળુઓ વિખૂટા પડી જાય તો મો.નંબર વાળું રૂદ્રાક્ષ તુલસી બ્રેસલેટ્સ કામ લાગશે
Viએ વિખૂટા પડેલા યાત્રીઓને ફરીથી મેળવવા માટે મહા કુંભમાં નંબર રક્ષક પહેલ શરૂ કરી
લોકો એકબીજા સાથે જોડાયેલા રહે તે માટે અગ્રણી ટેલિકોમ ઓપરેટર પર્સનલ ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર્સ લખેલા રૂદ્રાક્ષ તુલસી બ્રેસલેટ્સ પૂરા પાડે છે
દરેક કુંભ મેળામાં હજારો લોકો ખોવાઈ જાય છે અથવા પોતાના પરિવારોથી વિખૂટા પડી જાય છે. 2013માં અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) કુંભમાં લગભગ 70,000 લોકો ખોવાઇ ગયા હોવાનું જણાયું હતું. આ વર્ષે પણ આવા જ પડકારો સામે ઊભા છે અને સમાચારના અહેવાલો જણાવે છે કે પહેલા દિવસે જ થોડા જ કલાકોમાં 250થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. Vi launches Number Rakshak initiative at Maha Kumbh to reunite separated pilgrims.
ફેબ્રુઆરીમાં ત્રિવેણી સંગમ ખાતે શાહી સ્નાનના સૌથી પવિત્ર દિવસોમાં કરોડો લોકો આવવાની શક્યતા છે ત્યારે પોતાના પ્રિયજનો ખોવાઇ જવાનો ડર ખૂબ ચિંતા કરાવતો હોય છે કારણ કે પવિત્ર ડૂબકી લગાવતી વખતે અથવા મોટી ભીડમાં લોકોના ખોવાઈ જવાનું અથવા વિખૂટા પડી જવાનું મોટું જોખમ રહેલું છે.
આ સમસ્યાના સમાધાનરૂપે ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ Vi નંબર રક્ષક પહેલ લોન્ચ કરી છે જેથી સુનિશ્ચિત થઈ શકે કે કોઈ ખોવાઈ ગયાનું, વિખૂટા પડ્યાનું કે પછી અલગ રહી ગયાનું ન અનુભવે.
લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખવા માટે ટેક્નોલોજીમાં ક્રાંતિ આવી છે પરંતુ હજુ પણ એવા અનેક લોકો છે જેઓ ડિજિટલ બાબતો અંગે વધુ જ્ઞાન ધરાવતા નથી, ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો, જેમની પાસે ઘણીવાર મોબાઇલ ફોન જ હોતો નથી, તેમને ફોન નંબર યાદ રહેતા નથી કે પછી ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરતા આવડતું નથી. આ વાસ્તવિકતાને સમજતા Vi એ સ્વામી રામાનંદ આચાર્ય શિબિર અખાડા અને તેની આસપાસના સ્થળોની નજીક Vi નંબર રક્ષક બૂથ ઊભા કર્યા છે.
આ બૂથ યાત્રાળુઓને તેમના પરિવારના સભ્યો કે સાથીઓના પર્સનલ ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબરો લખેલા પવિત્ર રૂદ્રાક્ષ અને તુલસીના મણકાથી બનેલું બ્રેસલેટ સ્વૈચ્છિક રીતે પૂરું પાડશે. આ પહેલથી યાત્રાળુઓને મોબાઇલ ફોન કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર નિર્ભર રહ્યા વિના ફરીથી જોડાવાનું ભરોસાપાત્ર માધ્યમ મળશે.
આ પ્રસંગે Vi ના પીપલ ફર્સ્ટ અભિગમ પર ભાર મૂકતા Vi નાં ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ જણાવ્યું હતું કે Vi નંબર રક્ષક દર્શાવે છે કે કેવી રીતે સરળ લાગતા સોલ્યુશન્સ લોકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમે માત્ર ટેલિકોમ ઓપરેટર નથી પરંતુ લોકોને પ્રથમ રાખતા પાર્ટનર છીએ, ખાસ કરીને જ્યારે વધુ જરૂર હોય ત્યારે. આ પહેલ યોગ્ય સોલ્યુશન્સ શોધવાની Vi ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને દર્શાવે છે કે કનેક્ટિવિટી નેટવર્કથી પણ આગળ વધે છે.
Vi નંબર રક્ષક Vi ની “Be Someone’s We” ફિલોસોફીની ભાવના સમાવે છે. તે જોડાણો બનાવવા અને એકબીજાને સામૂહિક રીતે ટેકો પવાના મહત્વ પર ભાર મૂકે છે જે એ જ નામના કેમ્પેઇનમાં દર્શાવવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે એકલતાની બીમારી શહેરના યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને અસર કરી રહી છે. મહા કુંભ ખાતે Vi નંબર રક્ષક સાથે “Be Someone’s We” વિચારધારા આ વિશાળ માનવમહેરામણના સ્થળે જાહેર સુરક્ષા અને સુખાકારી માટે સંભાળ રાખવાનું કર્તવ્ય નિભાવે છે.
આ ઉપરાંત મહા કુંભ મેળાની મુલાકાત લઇ રહેલા Vi ના યુઝર્સને અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે Vi એ ત્રિવેણી સંગમમાં 30 નવી સાઇટ્સ ઉમેરીને તમામ મહત્વના પોઇન્ટ્સ આવરી લેતા લગભગ 40 માઇક્રો અને હાઇ પાવર્ડ સ્મોલ-સેલ દ્વારા નેટવર્કની ક્ષમતા વધારી છે. આ ઉપરાંત, ખૂબ જ ભીડ ધરાવતા વિસ્તારોમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે બેકહૉલ કનેક્ટિવિટી મજબૂત કરવા 32 કિલોમીટર ફાઇબર લગાવવામાં આવ્યો છે જેથી યુઝર્સ સ્પષ્ટ વોઇસ કોલ, સરળ વીડિયો સ્ટ્રીમિંગ અને હાઇસ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકે.