મહાકુંભ માટે સરકારે 100 કરોડની વ્યવસ્થા કરી હતી તો દુર્ઘટના કઈ રીતે સર્જાઈ ?! શંકરાચાર્યનો વેધક પ્રશ્ન ?!
ઉત્તરપ્રદેશમાં “રાજધર્મ” ભુલતા રાષ્ટ્ર ધર્મનું નેતૃત્વ કરતા શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદજીએ ઉત્તર પ્રદેશના નેતૃત્વને દોષિત ઠરાવ્યું છે તો ભારતની સુપ્રિમ કોર્ટે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હાઈકોર્ટમાં દાદ માંગવા જણાવ્યું ?! હવે શું થશે ?!
જયોર્જ મેરીડીથ નામના વિચારકે કહ્યું છે કે, “પ્રાર્થનામાંથી ઉભો થાય ત્યારે જ વધારે ઉમદા માણસ બન્યો હોય તો સમજવું કે તેની પ્રાર્થના જ ખરેખર ફળી કહેવાય ! ઈશ્વરે કબુલ રાખી કહેવાય”!!
શ્રીમદ્દ ભાગવદ્દગીતામાં શ્રી ક્રિશ્ને કહ્યું છે કે, “ધર્મનું પતન થાય છે, અધર્મની પારાકાષ્ટા સર્જાય છે ત્યારે ધર્મના સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવા કર્તવ્ય ધર્મના સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવા શ્રી ભગવાન સ્વંયમ પ્રગટ થાય છે”!! આધુનિક યુગમાં વિશ્વના બંધારણતનો અભ્યાસ કરતા એ હકીકત બહાર આવે છે ! The government had made arrangements of 100 crores for the Mahakumbh, so how did the tragedy happen?! Shankaracharya’s penetrating question?!
માનવીના જીવનના અધિકારનો માનવના અંતરઆત્માના અવાજ મુજબ જીવવાના અધિકારનો સ્વીકાર ! સમાન ન્યાયના અધિકારનો સ્વીકાર ! દરેકને સમાન વિકાસ કરવાનો, મિલકત ધરાવવાનો, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અધિકારની પૃષ્ટિ કરે છે ! તે જોતાં “આધુનિક બંધારણો” લગભગ શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાને જ અનુસરે છે !
માટે તો અમેરિકા, બ્રિટન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં કોઈ ધર્મ એટલે કે, સાંપ્રદાયિક ધર્માેને રાજયાશ્રય આપ્યો નથી, ત્યાંના દેશોનું બંધારણ કોઈ એક સાંપ્રદાયિક ધર્મને પ્રોત્સાહન આપતું નથી ! ન્યાયની અદાલતમાં જે “અધર્મી” ઠર્યાે હોય એ સજાને પાત્ર છે ! ભારતમાં આ જ છે ! પરંતુ ભારતમાં કેટલાંક સત્તાવાંચ્છુકો કર્તવ્ય ધર્મ ભુલતા દેશમાં નિર્દાેષ માનવ જાત સામે સંકટ સર્જાતું રહે છે ?! તેનો ઈલાજ શું ?!
આઝાદીના ૭૬ માં વર્ષે પણ ભારતમાં ભુવા ધુણતાં જોવાય છે ! દોરા – ધાગા અને કુરબાની અપાતી રહે છે ! પાપના નાશ માટે કર્મકાન્ડની વાત કરાય છે ?! “ત્રિરંગા” ની શાન કોણ જાળવશે ?!
ભારતને બ્રિટીશ શાસનમાંથી મુકત કરાવવા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્રપ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર, અબુલકલામ આઝાદ, કે. એમ. મુન્સી, સરદાર બલદેવસિંહ જેવા અનેક નામી, અનામી આઝદી માટે લડનારા, દેશને એક કરનારા અને દેશની આઝાદી માટે જેલમાં જનારા, બ્રિટીશ અધિકારીઓની ગોળીઓ વિંધાઈ શહીદ થનારા, જલીયાનવાલા બાગનો હત્યાકાંડ સહન કરી દેશને આઝાદી અપાવનારા તમામ “સાંપ્રદાયિક ધર્મના” લોકો એક થઈને બ્રિટીશરો સામે લડયા !
અને તમામ સાંપ્રદાયિક ધર્મના લોકો એક થઈ આ દેશનું બંધારણ ઘડીને સ્વંયમ પોતાને સમર્પિત કર્યું છે ! ત્યારે દેશ આઝાદ થયો અને આપણાં દેશમાં દેશના લોકોએ ચૂંટેલી સરકાર રચી છે ! સરદાર વલ્લભભાઈ પટેલને “અખંડ ભારતની રચના” કરવા જહેમત ઉઠાવી ! પંડિત જવાહરલાલ નહેરૂએ બ્રિટીશરોના હાથે લુંટાઈ ગયેલા દેશને બેઠો કરવા કોઈ સાધનો નહોતા તેવા સમયે દેશમાં ત્રિરંગામાં પ્રાણ પુરવા પ્રયાસ કર્યાે ! આજે દેશના ભૌતિક વિકાસ સામે નૈતિક અદ્યઃપતનો અને અંધશ્રધ્ધાનો વિકાસ થઈ રહ્યો છે તે શું ચિંતાનો અને ગંભીર મુદ્દો નથી ?!
બદ્રીનાથ જયોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીએ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભમાં મૌની અમાસના દિવસે સર્જાયેલી દુર્ઘટના સામે બાબા બાઘેશ્વરના નિવેદનની ઝાટકણી કાઢી ! ઘટનાને ષડયંત્ર ગણાવવા પ્રયત્ન થયો ! તેની ઝાટકણી કાઢી સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં એક જ જગ્યાએ નહીં પણ કથિત છ જગ્યાઓએ ભાગદોડ મચતા અને આશરે ૫૪ લોકોએ જાન ગુમાવતા અને તે અંગે બનેલી ઘટનાથી પોતાની જવાબદારી ન સ્વીકારતા આખરે યોગ્ય આયોજનના અભાવે અને વી.આઈ.પી. કલ્ચરને સાચવવામાં નિર્દાેષ શ્રધ્ધાળુઓએ જાન ગુમાવતા જયોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીએ ઉત્તરપ્રદેશની સરકારની આકરી ટીકા કરીને મુખ્યમંત્રીશ્રી યોગીનાથને જ પદભ્રષ્ટ કરવા માંગણી કરી નાંખી છે !
ખુદ સરકાર, “મિડીયા જગત”થી માહિતી છુપાવતા કેટલાક નિડર, તટસ્થ અને જાગૃત પત્રકારોએ જુઠનો પર્દાફાશ કરી દેશવાસીઓને સત્યથી દેખાડવાની હિંમત દાખવી છે ! જયોર્તિમઠના શંકરાચાર્યે તો પ્રથમથી જ સવાલો ઉઠાવતા કહેલું કે, “મહાકુંભ”ના આયોજન પૂર્વે ગંગા નદીમાં ઠલવાતા પ્રદુષિત પાણીને રોકી નદીને સ્વચ્છ કરવાની જરૂર હતી !
સરકારે ૧૦૦ કરોડ લોકો માટે વ્યવસ્થા કરાઈ હોવાનું જાહેર કર્યું હતું ! પરંતુ ૧૮ કલાક વાત સરકારે છુપાવી રાખતા તેનો પર્દાફાશ થઈ ગયો છે ! સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વર્ગમાં ગયાનું નિવેદન કરનાર બાઘેશ્વર બાબાને પણ ઝાટકી નાંખ્યાં છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.