Western Times News

Gujarati News

દિલ્હીની ચૂંટણીના ૬૯૯ પૈકી ૧૧૮ ઉમેદવારો ગુનાઇત રેકોર્ડ ધરાવે છે

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ૧૧૮ ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે તે પૈકી ૨૪ ઉમેદવારોએ તો પોતાનું ઉમેદવારી પત્રક ભરતી વખતે પોતાના સામેના ક્રિમિનલ રેકોર્ડની જાણ પણ ચૂંટણીપંચને કરી નહોતી, કે તેમના પક્ષ દ્વારા પણ તેમના ગુનાઇત રેકોર્ડ બાબતે કોઇ ખુલાસો કરાયો નહોતો એમ ચૂંટણી સંબંધિત અધિકારો ઉપર કામ કરતી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) સંસ્થાએ આજે કહ્યું હતું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૬૯૯ ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવવા ઝંપલાવ્યું છે.૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૫ ફેબ્રુઆરીએ એટલે કે આજે યોજાવાની છે અને મતગણતરી ૮ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

એડીઆર દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી-૨૦૨૫ શીર્ષક ધરાવતો એક વિગતવાર રિપોર્ટ જાહેર કર્યાે હતો. ફોર્મેટ સી-૭ આધારિત આ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ કરાયો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેમ છતાં તેઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તો સંબંધિત રાજકીય પક્ષોએ તે માટેના ઉચિત કારણો રજૂ કરવા ફરજિયાત છે, તેમ છતાં ઘણાં રાજકીય પક્ષો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા પોતાના ઉમેદવારને કયા કારણોસર ચૂંટણી લડાવી રહ્યા છે તેનો ખુલાસો કે સ્પષ્ટતા કરી નથી.દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહેલાં ૬૯૯ ઉમેદવારો પૈકી ૧૧૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરતી વખતે પોતાની સામે પેન્ડિંગ રહેલાં ક્રિમિનલ કેસોની જાહેરાત કરી હતી, જે પૈકી ૭૧ ઉમેદવારોની સામે તો ભ્રષ્ટાચાર. કોમી રમખાણો કરાવવા અને હિંસક અથડામણો કરાવવા જેવા ગંભીર આરોપ મૂકાયા છે.

૯૪ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરાયા છે પરંતુ બાકીના ૨૪ ઉમેદવારોએ તો પોતાનું ઉમેદવારીપત્રક ભરતી વખતે પોતાની સામે રહેલાં પેન્ડિંગ ક્રિમિનલ કેસ અંગે ચૂંટણીપંચને કોઇ માહિતી આપી નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.