Western Times News

Gujarati News

સ્ટેજ પર એન્ટ્રી કરતી વખતે અર્જુન રામપાલ ઘાયલ થયો

મુંબઈ, અર્જુન રામપાલ રૂપેરી પડદેથી લઈને ઓટીટી સુધી પોતાનો ચાર્મ બતાવતો રહે છે. તાજેતરમાં, અભિનેતા નેટફ્લિક્સના ‘નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ ૨૦૨૫’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેની સાથે એક અકસ્માત થયો હતો. નેટફ્લિક્સે તાજેતરમાં એક ઈવેન્ટમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી ઘણી ફિલ્મો અને સિરીઝની જાહેરાત કરી હતી.

આ દરમિયાન, અર્જુન રામપાલની ‘રાણા નાયડુ સિઝન ૨’ નું ટીઝર પણ રિલીઝ થયું, જેમાં રાણા દગ્ગુબાતી અને વેંકટેશ પણ જોવા મળશે. આ સિરીઝમાં અર્જુન રામપાલ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

આ જ ઈવેન્ટમાં, અર્જુન રામપાલે કાચ તોડીને ગ્રાન્ડ એન્ટ્રી કરવાનો પ્રયાસ કર્યાે, પરંતુ કાચના ટુકડા અભિનેતાના હાથમાં ઘૂસી ગયા અને અભિનેતાના માથા પર પણ કાચ તૂટ્યો હતો.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, અભિનેતાના હાથમાંથી લોહી નીકળતું જોઈ શકાય છે. સ્ટંટ દરમિયાન, અભિનેતાની આંગળી પર કાચ લાગ્યો, જેના કારણે તેની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે અર્જુન રામપાલની આ ક્લિપ શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. વીડિયોમાં, અભિનેતા પોતાની સિરીઝ ‘રાણા નાયડુ સિઝન ૨’ના પ્રમોશન માટે સ્ટેજ પર એક પાતળી કાચની દિવાલ તોડીને પ્રવેશતો જોઈ શકાય છે. તે કાચ તોડીને બહાર આવવાનો પ્રયાસ કરે છે,ત્યારે કાચ તેના માથા પર પણ પડે છે.

પરંતુ, આ અકસ્માત પછી પણ, અર્જુન રામપાલના ચહેરા પર દર્દ નથી જોવા મળતું. તે હસતાં હસતાં સ્ટેજ પર આવ્યો અને શોને આગળ વધાર્યાે. જોકે, આ સમય દરમિયાન તેની આંગળીમાંથી લોહી નીકળતું હતું, તેથી હોસ્ટ મનીષ પોલે અભિનેતાની આંગળી તરફ ઈશારો કર્યાે.

આ સમય દરમિયાન, અર્જુને કાળો કુર્તાે અને પાયજામા પહેર્યાે હતો અને તેના ગળામાં એક સ્ટોલ પહેર્યાે હતો.ઘણા યુઝર્સે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી. એકે લખ્યું, ‘રા-વન મોડ એક્ટિવ થઈ ગયો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘અક્ષય કુમાર જેવી એન્ટ્રીની કોપી કરી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે એક રોકસ્ટાર છે.’ અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને કેટલાકે અભિનેતાના હાથ પર થયેલી ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.