Western Times News

Gujarati News

બિગ બોસ ફેમ ઈશા માલવીયાએ ઈન્ટરનેટ પર લગાવી આગ

મુંબઈ, ટીવી શો ‘ઉડારિયાં’ અને ‘બિગ બોસ’ થી લાઈમલાઈટમાં આવેલી ઈશા માલવીયા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે તેમનું દિલ જીતવાની કોઈ તક છોડતી નથી.

તાજેતરમાં ઈશાએ રાશા થડાનીના ગીત ‘ઉઈ અમ્મા’ પર તેના ડાન્સથી બધાને ચોંકાવી દીધા હતા. હવે તેણે પોતાની નવી તસવીરોથી ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. આ તસવીરો ઈશા માલવીયાએ જંગલ અને પહાડોની વચ્ચે કરાવેલા એક ફોટોશૂટની છે.

ઈશા માલવિયાની આ તસવીરો જોઈને એક ફેને લખ્યું હતું કે ‘અપ્સરા જેવી દેખાય છે.’ અન્ય એક પ્રશંસકે લખ્યું હતું કે ‘મારી પાસે એક જ દિલ છે.’ બીજી ટિપ્પણી છે, ‘હવે મને સમજાયું કે આ પોસ્ટ આટલી મોડી કેમ આવી. ચાંદ તો રાત્રે જ નીકળે છે ને? અન્ય એક પ્રશંસકે લખ્યું હતું કે ‘તમે કેટલા અદ્ભુત લાગો છો.’

વર્ક ળન્ટની વાત કરીએ તરપો ઈશા માલવીયાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને પછી ટીવી શો ‘ઉડારિયાં’માં જોવા મળી હતી. ‘બિગ બોસ’ દ્વારા તેની ફેન ફોલોઈંગમાં વધારો થયો હતો. આ પછી ઈશાએ ઘણા મ્યુઝિક વીડિયો પણ કર્યા હતા.

તેણે સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. તાજેતરમાં જ એકતા કપૂરે ‘નાગિન ૭’ વિશે એક હિંટ આપી હતી, જેના પછી ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે એકતા કાં તો ઈશા માલવિયાને સાઈન કરે અથવા ચાહત પાંડેને શોમાં લે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.