મોહમ્મદ પયગંબરના વંશજ કરીમ આગા ખાનનું નિધન
(એજન્સી)પોર્ટુગલ, પ્રિન્સ કરીમ અલ-હુસેની આગા ખાનનું અવસાન થયું છે. તેઓ વિશ્વભરમાં ફેલાયેલા લાખો શિયા ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાÂત્મક નેતા હતા. તેમણે મંગળવારે લિસ્બન (પોર્ટુગલ) માં ૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
તેમને માત્ર ૨૦ વર્ષની ઉંમરે ઇસ્માઇલી મુસ્લિમોના ૪૯માં ઇમામ અને આધ્યાÂત્મક નેતા બનાવવામાં આવ્યા હતા. The spiritual leader of the Ismaili community, Prince Karim Aga Khan, has passed away at the age of 88.
તેમણે પોતાનું આખું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાÂત્મક નેતા હોવા ઉપરાંત, તેમણે અબજો ડોલરની મદદથી વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલો અને શાળાઓ બનાવવા જેવા પરોપકારી કાર્યો દ્વારા પણ પોતાની ઓળખ બનાવી હતી. પ્રિન્સ કરીમ અલ-હુસેની આગા ખાનના પરિવારને ઇસ્લામના પયગંબર મુહમ્મદના વંશજ માનવામાં આવે છે.
તેઓ પયગંબર મુહમ્મદની પુત્રી હઝરત બીબી ફાતિમા અને પયગંબર સાહેબના પિતરાઈ ભાઈ અને જમાઈ હઝરત અલી, ઇસ્લામના ચોથા ખલીફા અને પ્રથમ શિયા ઇમામના વંશજ હતા. તેઓ પ્રિન્સ અલી ખાનના મોટા પુત્ર અને સ્વર્ગસ્થ સર સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજાના પૌત્ર અને ઇમામના પદના વારસદાર હતા. ગુજરાતમાં, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, ભારત ૨૮૦થી વધુ ગામડાંઓમાં કાર્યરત છે.
તેમણે વિશેષ રૂપે, મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવામાં આવી રહી છે. ૨૦૧૫માં ભારત સરકારે તેઓને સામાજિક યોગદાન માટે ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કર્યા, જે તેમની સેવાઓની મહાનતા દર્શાવે છે.