અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ સામે શું કાર્યવાહી થશે?
અમદાવાદ, આસમાન સે ગીરે, ખજૂર મેં અટકે, આ કહેવત સાચી પૂરવાર થાય છે. એ લોકો માટે જે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચી ગયા હતા. અમેરિકાએ ૩૩ ગુજરાતીને ડિપોર્ટ કર્યા છે. જેમની વિરૂદ્ધ ગુજરાત પોલીસ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. ૩૩ ગુજરાતી વિવિધ સમય પર અલગ અલગ રીતે અમેરિકા પહોંચી ગયા હતા જ્યાંથી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
જો ગુજરાતીઓ બોગસ પાસપોર્ટ કે પછી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરીને અમેરિકા ગયા હશે તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે. ડિપોર્ટ કરાયેલા તમામ લોકોની પહેલાં ઈમિગ્રેશન વિભાગ તપાસ કરશે અને બાદમાં યોગ્ય લાગશે તો પોલીસ કાર્યવાહી કરશે.
અમદાવાદ સહિત ગુજરાતમાંથી વિદેશમાં મોકલનાર એજન્ટનો રાફડો ફાટી નીકળ્યો છે. છે જે લાખો કરોડો રૂપિયા લઈને લોકોને વિદેશમાં મોકલી આપે છે. ગેરકાયદે અમેરિકા જઈને કરોડો રૂપિયા કમાઈશું. તેવી લાલચ રાખનારા ગુજરાતીને હવે રોવાના દિવસ આવી ગયા છે. એજન્ટોએ લાખો કરોડો રૂપિયા ખંખેરીને ગુજરાતીઓને કેનેડા બોર્ડર ક્રોસ કરીને અમેરિકા મોકલી આપ્યા અને હવે તેમને ડિપોર્ટ કરવાનો આદેશ અમેરિકાની સરકારે લીધો છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાં જ ગેરકાયદે ઘૂસેલા ભારતીય સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. ઘૂસણખોરોને હટાવવાના આદેશ બાદ ગેરકાયદે રહેતા ર૦પ ભારતીયને લઈ અમેરિકન એરફોર્સનું સી-૧૭ પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચવાનું છે. અમેરિકન એરફોર્સના આ વિમાનમાં ૩૩ ગુજરાતી પણ આવી રહ્યા છે. તમામ ગુજરાતીને અમૃતસરથી ઈન્ડિગોની ફલાઈટમાં અમદાવાદ લાવવામાં આવશે. જેને લઈને પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જે ૩૩ ગુજરાતી અમેરિકાથી પરત આવી રહ્યા છે. તેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે.
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ગુજરાતી સહિત ભારતીયોને ત્યાંથી ભારત મોકલવામાં આવ્યા છે જેઓ મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. અમેરિકાથી જે ભારતીયો પરત આવી રહ્યા છે તેમાં ૩૩ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના ૧ર-૧ર લોકો, સુરતના ચાર, અમદાવાદના બે અને ખેડા, વડોદરા અને પાટણની ૧-૧ વ્યક્તિ છે.
ભારતીય લોકોને લઈને અમેરિકન એરફોર્સનું જે વિમાન અમૃતસર આવી રહ્યું છે તેમાં જે ગુજરાતના ૩૩ લોકો સામેલ છે. તેઓને અમૃતસરથી અમદાવાદ ઈન્ડિગોની ફલાઈટમાં લાવવામાં આવશે જેના પગલે અમદાવાદ પોલીસ પણ એલર્ટ બની છે.
કરોડો લાખો રૂપિયા ખર્ચીને ગુજરાતીઓ એજન્ટો મારફતે અમેરિકા પહોંચી ગયા હતા. ત્યારે હવે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ૩૩ ગુજરાતી પૈકી ર૦પ ભારતીયોને ડિપોર્ટ કર્યો છે. જ્યારે હજુ પણ બીજા લોકોને ડિપોર્ટ કરાય તેવી શક્યતા છે. ૩૩ ગુજરાતી કેવી રીતે કોની મારફતે અમેરિકા પહોંચ્યા તે એક મોટો સવાલ ઊભો થયો છે જેને લઈને પોલીસ આગામી દિવસમાં તપાસ શરૂ કરશે.
ડિપોર્ટ કરાયેલાં ગુજરાતીઓની યાદી
૧- જયવિરસિંહ વિહોલ મહેસાણા, ૨- હિરલબેન વડસ્મા, મહેસાણા ૩- રાજપુત વાલાજી પાટણ, ૪- કેતુલકુમાર દરજી મહેસાણા, ૫- પ્રક્ષા પ્રજાપતિ ગાંધીનગર, ૬- જિગ્નેશકુમાર ચૌધરી ગાંધીનગર, ૭- રૂચી ચૌધરી ગાંધીનગર, ૮- પિન્ટુકુમાર પ્રજાપતિ અમદાવાદ, ૯- ખુશ્બુ પટેલ, વડોદરા ૧૦- સ્મિત પટેલ ગાંધીનગર, ૧૧- શિવા ગોસ્વામી આણંદ, ૧૨- જીવનજી ગોહિલ ગાંધીનગર, ૧૩- નીકિતા પટેલ મહેસાણા,
૧૪- એશા પટેલ ભરૂચ, ૧૫- જયેશ રામી વિરમગામ, ૧૬- બીના રામી બનાસકાંઠા, ૧૭- એન્નીબેન પટેલ પાટણ, ૧૮- મંત્રા પટેલ પાટણ, ૧૯- કેતુલકુમાર પટેલ માનુદ, ૨૦- કિરનબેન પટેલ મહેસાણા, ૨૧- માયરા પટેલ કલોલ, ૨૨- રિશિતા પટેલ ગાંધીનગર, ૨૩- કરનસિંહ નેતુજી ગાંધીનગર, ૨૪- મિતલબેન ગોહિલ કલોલ, ૨૫- હેવનસિંહ ગોહિલ મહેસાણા, ૨૬- ધ્રુવગીરી ગોસ્વામી ગાંધીનગર, ૨૭- હેમલ ગોસ્વામી મહેસાણા, ૨૮- હાર્દિકગિરિ ગોસ્વામી મહેસાણા, ૨૯- હેમાનીબેન ગોસ્વામી ગાંધીનગર, ૩૦- એન્જલ ઝાલા ગાંધીનગર, ૩૧- અરૂણબેન ઝાલા મહેસાણા, ૩૨- માહી ઝાલા ગાંધીનગર, ૩૩- જિગ્નેશકુમાર ઝાલા ગાંધીનગર.