યુએસ ગાઝા પટ્ટી પર કબજો કરીને રિડેવલપમેન્ટ કરશેઃટ્રમ્પ
વોશિંગ્ટન, ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ અમેરિકાની યાત્રાએ પહોંચ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નેતન્યાહુએ મુલાકાત કરીને એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ગાઝા પટ્ટીમાં તબાહીને કારણે પેલેસ્ટાઈનના નાગરિકોની પાસે ત્યાંથી જવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. આ સાથે ટ્રમ્પે સૂચન કર્યું કે જોર્ડન અને ઇજીપ્ત પેલેસ્ટાઈનના લોકોને પોતાના દેશમાં શરણ આપે. ત્યાર પછી અમેરિકા ગાઝા પટ્ટી પર પોતાનો કબજો કરીને રી-ડેવલપ કરશે.
ગાઝાને ફરીથી વસાવવાને બદલે પેલેસ્ટાઈનના લોકો માટે કોઈ બીજી જગ્યાએ વસવાટ કરવો હિતાવહ રહેશે, જો સારી જગ્યા મળી જાય તો ત્યાં સારા ઘર બનાવી આપવામાં આવશે, જે ગાઝામાં પરત ફરવા કરતા સારું રહેશે.આ દરમિયાન, નેતન્યાહુએ ટ્રમ્પના આ પ્લાનને ટેકો આપીને કહ્યું કે, આ પ્લાન ઇતિહાસ બદલી શકે છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે તેમના ગાઝામાં ત્રણ ઉદ્દેશ્યો છે.
પ્રથમ બંધકોને આઝાદ કરાવવા, દ્વિતીય ગાઝામાં પહેલાથી નક્કી હેતુઓ પૂર્ણ કરવા અને તૃતીય હમાસની સૈન્યશક્તિને સંપૂર્ણપણે ખતમ કરવી. આ ત્રણેય ઉદ્દેશ્યો અમે હાંસલ કરીશું.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પોતાના સલાહકારોને સૂચના આપી છે કે જો ઈરાન મારી હત્યા કરે છે તો તેને(ઇરાન) સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખજો.
ટ્રમ્પનું આ નિવેદન મીડિયા પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન આવ્યું છે. એ સમયે ટ્રમ્પ ઇરાન પર દબાણ નાખવા માટેના આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં અમેરિકાના ન્યાય વિભાગે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઇરાન પર ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ લગાવ્યો હતો.SS1MS