ઉત્તરાખંડમાં યુસીસીના ૧૦ દિવસમાં માત્ર એક લિવ-ઇનની નોંધણી
દહેરાદૂન, ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયાના ૧૦ દિવસમાં ફક્ત એક જ નોંધણી થઈ છે. અધિકારીઓએ દાવો કર્યાે હતો કે, ફરજિયાત નોંધણી માટે લિવ-ઇન કપલ્સ તરફથી પાંચ અરજીઓ મળી છે. જેમાંથી એક નોંધણી મંજૂર કરવામાં આવી છે જ્યારે ચાર અન્યની ચકાસણી ચાલી રહી છે.
મહત્વનું છે કે, ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
૨૭ જાન્યુઆરીના રોજ ભાજપ શાસિત ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું, જે તમામ ધર્માેના દરેક નાગરિક માટે સમાન કાયદાઓને પ્રોત્સાહન આપે છે અને લગ્ન, છૂટાછેડા અને મિલકત પરના વ્યક્તિગત કાયદાઓને પ્રમાણિત કરે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોની ફરજિયાત ઓનલાઈન નોંધણી માટે રચાયેલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. તેઓ યુસીસી પોર્ટલ પર પોતાના લગ્નની નોંધણી કરાવનારા પ્રથમ વ્યક્તિ હતા. યુસીસીની જોગવાઈની લોકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરવાની સંભાવનાને કારણે ઘણી ટીકા થઈ છે.
જો કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેને યોગ્ય ઠેરવીને કહ્યું હતું કે લિવ-ઇન યુગલોની ફરજિયાત નોંધણી શ્રદ્ધા વાલકરની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ દ્વારા હત્યા જેવી ક્‰ર ઘટનાઓને રોકવામાં મદદ કરશે.SS1MS