‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ નિષ્ફળ ગઈ હોવાનું પીએમ સ્વીકારેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ નિષ્ફળ ગઈ હોવાનું જણાવતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની નિષ્ફળતાનો સ્વીકાર કરવા જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ગૃહમાં તેમના સંબોધનમાં પણ મેક ઈન ઈન્ડિયાનો ઉલ્લેખ નહોતો કર્યાે. આ એક સારી પહેલ હોવા છતાં તે નિષ્ફળ રહી છે અને વડાપ્રધાને તેનો સ્વીકાર કરવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુપીએ હોય કે એનડીએની સરકાર, તાજેતરના વર્ષાેમાં એક પણ સરકાર રોજગારીની સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી. દેશનું ઉત્પાદન ૨૦૧૪માં જીડીપીના ૧૫.૩ ટકા હતું, જે ઘટીને હાલ ૧૨.૬ ટકાના ૬૦ વર્ષના તળિયે સ્પર્શ્યું છે.
ભારતના યુવાનોને રોજગારીની તાતી જરૂર છે. યુપીએની કે એનડીએની સરકારો આટલાં મોટા પાયે રોજગારી પૂરી પાડવાના આ પડકારનો ઉકેલ લાવી શકી નથી.
ઉત્પાદન ક્ષેત્રની પીછેહટનો ઉકેલ શોધવા માટે આપણે એક વિઝનની જરૂર છે. ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી ટેન્કોલોજી પર ભાર મુકવાની જરૂર હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ઈલેક્ટ્રિક મોટર્સ, બેટરી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે ક્ષેત્રે અનેક તકો રહેલી છે.SS1MS