આ કારણસર વિકી-અક્ષય એકબીજાનો ચહેરો પણ જોતાં નહોતાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Vicky-Akshay.jpg)
મુંબઈ, વિકી કૌશલ ‘છાવા’ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ઐતિહાસિક ફિલ્મમાં વિકી અને રશ્મિકા મંદાનાના રોયલ લૂક પહેલાંથી જ છવાઈ ગયાં છે.
૧૪ ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, એ પહેલાં દર્શકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વિકીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે હતો, જેની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “છાવા કી દહાડ, શત્› પે ગરજેગી, વો તલવાર બનકે બરસેગા, વો શેર શિવા કા અંશ હૈ, આંધી કી તરહ આયા હૈ! હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મને બસ ૧૦ દિવસ બાકી છે.
છાવા ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે” આ શેર કરતાં જ ફૅન્સે તેને વધાવી લીધો હતો અને ફિલ્મને અત્યારથી જ એક બ્લોકબસ્ટર ફિલ્મ જાહેર કરી દીધી હતી.
છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબ સામે ટક્કર લે છે, જે રોલ કરતો અક્ષય ખન્ના ટ્રેલરમાં બોલતો સંભળાય છે, “પુરે ખાનદાન કી લાશ પે ખડ઼ે હોકર હમને તાજ પહેના થા, ઉસે દોબારા ઉસી વક્ત પહેનેંગે જબ ઉસ સંભા કી ચીંખેં પુરે હિન્દુસ્તાન મેં ગુંજેગી.”
ત્યારે કેટલાંક અહેવાલો એવા પણ છે કે પડદા પર દુશ્મની બરાબર નીભાવી શકે તે માટે અક્ષય અને વિકીએ શૂટ દરમિયાન એકબીજા સાથે વાત નહોતી કરી અને એકબીજાનો ચહેરો પણ જોવા માગતા નહોતા. ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે, “એણે જે રીતે ઔરંગઝેબનું પાત્ર ભજવ્યું છે, એ જોઇને તમને ખરેખર ડર લાગશે.
એ ઘણું ઓછું બોલે છે પરંતુ એની આંખોથી અભિનય કરી જાણે છે. એ બહુ સારી વ્યક્તિ છે. એ ઘણી ઓછી ફિલ્મોમાં કામ કરે છે, પરંતુ એ જે કરે છે તે પૂરા દિલથી કરે છે.” અક્ષય સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતા ઉટેકરે કહ્યું,“ઔરંગઝેબને છત્રપતિ સંભાજી મહારાજને શોધતાં અને પકડતાં નવ વર્ષ લાગ્યા હતા.
આ ફિલ્મમાં તેમની શોધનો ઘણો હિસ્સો દર્શાવ્યો છે, ફિલ્મમાં અક્ષય અને વિકીના સાથે કેટલાંક સીન છે, પરંતુ ફિલ્મ તે બંને એકબીજાનો સામનો કરવા કેટલા આતુર છે, એ વિશે છે. તેથી દર્શકો પણ આ બંને એકબીજાની આમને-સામને આવે એની રાહમાં રહેશે.
ઓરંગઝેબના પાત્રમાં જે રીતે મૌન નબળાઈ અને ચાલાકી લાવવામાં આવી છે, તેનું સંભાજી મહારાજની દહાડ સાથે અદ્દભૂત મિશ્રણ છે.”બંનેના આમને-સામને સીનના શૂટ અંગે લક્ષ્મણ ઉટેકરે કહ્યું,“જે દિવસે તેમનું એકબીજા સાથે શૂટ થવાનું હતું એ જ દિવસે એ બંને એકબીજાને સીધા પાત્રો તરીકે જ મળ્યા હતા.”
આ અંગે વિકીએ કહ્યું હતું, “અમે જ્યારે એ સીન શૂટ કરતા હતા, એ પહેલાં અમે એકબીજાને ગૂડ મો‹નગ, ગૂડ ડે કે હેલો પણ કહ્યું નહોતું. એ ઔરંગઝેબ હતા અને હું સંભાજી મહારાજ અને અમે સીધા એ સીનના શૂટ માટે જ મળ્યા હતા.
વિકી કૌશલ અને અક્ષય ખન્ના તરીકે અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ જ નહોતી. એકબીજા સાથે બેસીને વાતો કરીને સીન શૂટ કરવાથી એ હાવભાવ આવશે જ નહીં. આશા છે કે હવે ફિલ્મ રિલીઝ થાય પછી અમે એકબીજાને મળીને વાતો કરી શકીએ.”SS1MS