કિંગ ઓફ હોરર લાવી રહ્યા છે તુમકો મેરી કસમ
મુંબઈ, અનુપમ ખેર અને એશા દેઓલ સ્ટારર આગામી ફિલ્મ ‘તુમકો મેરી કસમ‘ ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. નિર્માતાઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ૨૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું છે. ‘તુમકો મેરી કસમ‘માં અનુપમ ખેર, એશા દેઓલ, ઇશ્વક સિંહ, અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ‘તુમકો મેરી કસમ‘ ઇન્દિરા આઈવીએફના સ્થાપક ડૉ. અજય મુરિયાના જીવનથી પ્રેરિત છે.આગામી ફિલ્મ વિશે ઉત્સાહિત, વિક્રમ ભટ્ટના માર્ગદર્શક મહેશ ભટ્ટે કહ્યું, “વિક્રમ હજુ પણ ક્રીઝ પર છે, ઘણી બધી સીઝનમાં બેટિંગ કરી રહ્યો છે, દરેક તોફાનનો સામનો કરી રહ્યો છે.
બોલીવુડમાં ટકી રહેવું એ સૌથી અઘરી કળા છે. વિક્રમે અગાઉ ઘણી સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ યાદીમાં ‘ગુલામ‘, ‘આવારા પાગલ દીવાના’ અને ‘કસૂર’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પછી, વિક્રમે હોરર ફિલ્મ ‘રાજ’ બનાવી, જેણે દેશમાં હોરર શૈલીનો ખ્યાલ બદલી નાખ્યો.
આ પછી તેમણે ‘૧૯૨૦’ ફિલ્મ બનાવી. વિક્રમને તેની હોરર ફિલ્મોને કારણે ‘કિંગ ઓફ હોરર’ પણ કહેવામાં આવે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી એશા દેઓલ સાથેનો એક વીડિયો શેર કર્યાે હતો અને ‘તુમકો મેરી કસમ‘નું શૂટિંગ પૂર્ણ થવાની માહિતી આપી હતી.
અભિનેતાએ એક રમુજી રીલ પણ શેર કરી. ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરતી વખતે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, વિક્રમ ભટ્ટની ‘તુમકો મેરી કસમ‘નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મહેશ ભટ્ટ, ઇન્દિરા એન્ટરટેઈનમેન્ટે ફિલ્મનું નિર્માણ કર્યું છે અને શ્વેતાંબરી ભટ્ટ અને કૃષ્ણા ભટ્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર છે.SS1MS