Western Times News

Gujarati News

એમેઝોને ભારતમાં ત્રણ નવા રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ જાહેર કર્યા

Presentation Image

આ પ્રોજેક્ટ્સ 53 સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ પૈકીના છે જે એમેઝોનની કામગીરી દ્વારા વપરાતી વીજળીને મેચ કરવામાં મદદ કરે છે

  • આ પ્રોજેક્ટ્સ કાર્બન ફ્રી એનર્જીના નવા સંસાધનો સક્ષમ કરવા તથા અમારી ક્લાઇમેટ પ્લેજ કમિટમેન્ટ્સને પહોંચી વળવાના એમેઝોનના પ્રયાસોનો ભાગ છે
  • બ્લૂમબર્ગ એનઈએફના મતે એમેઝોન સતત પાંચમા વર્ષે રિન્યૂએબલ એનર્જીની વિશ્વની સૌથી અગ્રણી કોર્પોરેટ ખરીદકર્તા છે અને ભારતમાં ટોચના કોર્પોરેટ ખરીદકર્તાઓ પૈકીની એક છે

 ભારત5 ફેબ્રુઆરી2025 – એમેઝોને આજે ભારતમાં ત્રણ નવા વિન્ડ પ્રોજેક્ટ્સમાં રોકાણની જાહેરાત કરી હતી. આ સાથે તેણે તેના ક્લાઇમેજ પ્લેજ લક્ષ્યાંકો તરફની પ્રગતિને આગળ વધારવા તથા તેની કામગીરીમાં વપરાતી વીજળીને રિન્યૂએબલ એનર્જી દ્વારા પૂરી કરવાની કંપનીની વ્યાપક પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.  Amazon announces three new renewable energy projects in India.

 સમગ્ર ભારતમાં એમેઝોને અત્યાર સુધી કુલ 53 સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ સક્ષમ કર્યા છે જે સાથે મળીને દેશમાં 4 મિલિયન મેગાવોટ અવર્સ (MWh)થી વધુની નવી કાર્બન-મુક્ત ઊર્જા પૂરી પાડશે. આ ઊર્જા 1.3 મિલિયનથી વધુ ભારતીય ઘરોની જરૂરિયાતોના જેટલી પૂરતી ઊર્જા ક્ષમતા પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ્સમાં સમગ્ર દેશમાં 9 યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ફાર્મ તેમજ એમેઝોનની કામગીરી સંભાળતી 44 લોકલ બિલ્ડિંગ્સ પર ઓનસાઇટ સોલર એરેનો સમાવેશ થાય છે.

 માનનીય કેન્દ્રીય રેલવે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં વૈશ્વિક અગ્રણી તરીકે ઝડપથી ઊભરી રહ્યો છે. એમેઝોન જેવી કંપનીઓના રોકાણો આ પ્રગતિને વેગ આપે છે. સ્વચ્છ ઊર્જા એ માત્ર ટકાઉપણા માટે જ નથીતે 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોથી અમારી 50 ટકા ઊર્જા પેદા કરવાના લક્ષ્યાંકના કેન્દ્રમાં છે. અમે અમારા ડિજિટલ અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારી રહ્યા છીએ ત્યારે રિન્યૂએબલ એનર્જી કનેક્ટિવિટી તથા ઇનોવેશનની આગામી લહેરને ઊર્જાન્વિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”

 માનનીય વીજ તથા નવી અને પુનઃવપરાશી ઊર્જા રાજ્ય પ્રધાન શ્રી શ્રીપદ યેસ્સો નાઇકે જણાવ્યું હતું કે “ભારતના પુનઃવપરાશી ઊર્જા સંક્રમણમાં એમેઝોનની સતત પ્રતિબદ્ધતાનું હું સ્વાગત કરું છું. પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણો આપણા પુનઃવપરાશી ઊર્જા લક્ષ્યાંકોને હાંસલ કરવા અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. આ પ્રોજેક્ટસ ન કેવળ સ્વચ્છ પર્યાવરણમાં પ્રદાન કરે છે પરંતુ સ્થાનિક સમુદાયોમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે તથા રોજગારીનું સર્જન કરે છે. ભારત સરકાર આવી પહેલને ટેકો આપવાના તેના પ્રયાસોમાં પ્રતિબદ્ધ રહે છે અને હું આપણા હરિયાળી ઊર્જા ભવિષ્યમાં રોકાણ કરવા માટે અન્ય વૈશ્વિક કંપનીઓને પ્રોત્સાહિત કરું છું.”

 એડબ્લ્યુએસના એપીજેસી એનર્જી એન્ડ વોટર સ્ટ્રેટેજી હેડ અવિનાશ શેખરે જણાવ્યું હતું કે, “એમેઝોન ભારત અને સમગ્ર વિશ્વમાં કાર્બન-મુક્ત ઊર્જા સંક્રમણને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે, જે આપણને બધાને આબોહવા પરિવર્તનનો મોટા પાયે ઉકેલ લાવવામાં મદદ કરશે. 2020થી સૌર અને પવન ઊર્જાના ટોચના કોર્પોરેટ ખરીદનાર તરીકે અમે વૈશ્વિક સ્તરે 600થી વધુ સૌર અને પવન પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે, જેમાં ભારતમાં 50થી  વધુ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે 2040 સુધીમાં અમારી સમગ્ર કામગીરીમાં ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જન સુધી પહોંચવાના પ્રયાસની અમારી ક્લાયમેટ પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.”

 એમેઝોને નક્કી કરેલા નવીનતમ પ્રોજેક્ટ્સમાં ક્લીનમેક્સ કોપલ, બ્લુપાઈન સોલાપુર અને જેએસડબ્લ્યુ એનર્જી ધારાપુરમના એમ ત્રણ નવા પવન ઊર્જા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ક્લીનમેક્સ કોપલ કર્ણાટકમાં સ્થિત 100 મેગા વોટ વિન્ડ ફાર્મ છે. બ્લુપાઈન એ મહારાષ્ટ્રમાં સ્થિત 99 મેગાવોટનો પવન ઊર્જા પ્રોજેક્ટ છે. જેએસડબ્લ્યુ એનર્જી ધારાપુરમ એ 180 મેગાવોટનો પવન પ્રોજેક્ટ છે જે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં સ્થિત છે.

 આ પ્રોજેક્ટ્સ ભારતના પુનઃવપરાશી ઊર્જા લક્ષ્યાંકોમાં યોગદાન આપશે અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં અનેક કન્સ્ટ્રક્શનની નોકરીઓ ઊભી કરવામાં મદદ કરશેએમ ડેવલપર્સે જણાવ્યું હતું.

 સ્થાનિક સમુદાયોને સમર્થન

એમેઝોનને 2023માં સાત વર્ષની શરૂઆતમાં તેના 100 ટકા પુનઃવપરાશી ઊર્જાનો ધ્યેય પૂરો કરવા બદલ ગર્વ છે અને તેણે વૈશ્વિક સ્તરે 600થી વધુ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે, જે 8.3 મિલિયન યુએસ ઘરોને વીજળી પૂરી પાડવા માટે પૂરતી પુનઃવપરાશી ઊર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. અમે જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને સમર્થન આપીએ છીએ

તે માત્ર અમારી કામગીરી દ્વારા વપરાશમાં લેવાતી વીજળીને મેચ કરવામાં જ મદદ કરતા નથી, પરંતુ અમારા ગ્રાહકો, વિક્રેતાઓ અને કર્મચારીઓ જ્યાં રહે છે અને કામ કરે છે તે સ્થાનિક સમુદાયોને કાર્બન-મુક્ત ઊર્જા પણ પ્રદાન કરે છે. તેઓ નોકરીઓ ઊભા કરવાસ્થાનિક વ્યવસાયોને ટેકો આપવા અને સ્થાનિક ટેક્સ બેઝને વધારવામાં પણ મદદ કરે છે, જે વધુ ટકાઉ કંપની બનવા માટે એમેઝોનની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.