Western Times News

Gujarati News

“સ્ટાર્ટઅપ શિક્ષા” અંતર્ગત ‘સ્ટાર્ટઅપમાં આઈ ટી સ્કીલનો ઊપયોગ’ વિષય ઉપર સેમીનાર યોજાયો 

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (ઇવનિંગ), અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ અને ઉધ્યમિતા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેમજ તેઓ પદ્ધતિસર સ્ટાર્ટઅપની દુનિયામાં જંપલાવી શકે તેવા ઉમદા હેતુસર કોલેજની SSIP-IIC સમિતિ અને એન્ટ્રેપ્રેનેયોરશીપ ડેવલપમેન્ટ સેલના સંયુકત ઉપક્રમે ૫૦ કલાકનો સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવમાં આવ્યો છે.

જે અંતર્ગત, તા. ૬/૨/૨૫ના રોજના ૨ કલાકના સંવાદ-સેમીનારમાં શ્રી હર્ષિત રાજપૂત (ફાઉંડર એન્ડ સીઈઓ- સી. આઈ. પી. એલ.) દ્વારા સ્ટાર્ટઅપ માં ડિજિટલ અને આઈ ટી અને એ.આઈ. સ્કિલ્સનું મહત્ત્વ સમજાવીને પોતાની પ્રેરણાત્મક સ્ટાર્ટઅપ યાત્રા વિધાર્થીઓ સમક્ષ રસ્પ્રદ અંદાજમાં રજૂ કરીને તાલીમ આપી હતી.

નાની ઉંમરમાં જ સ્ટાર્ટઅપ ચાલું કરીને અગવડોનો સામનો કરતાં-કરતાં માતબર ફંડિંગ મેળવવાં સુધીની સફરનું પ્રેરક વર્ણન કર્યું હતુ. આ સેશનમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

Seminar on ‘Leveraging IT Skills in Startups’ held at Gujarat Arts and Commerce College (Evening) under “Startup Shiksha”

A 50-hour certificate course has been started at Gujarat Arts and Commerce College (Evening), Ahmedabad, with the noble aim of inspiring students for startups and entrepreneurship and enabling them to systematically enter the world of startups, by a joint initiative of the college’s SSIP-IIC Committee and Entrepreneurship Development Cell.

Under which, in a 2-hour Talk seminar on 6/2/25, Shri Harshit Rajput (Founder & CEO- Commerciax Infotech Pvt. Ltd. ) explained the importance of digital, IT and A.I. skills in startups alongwith sharing insightful Dos and don’ts in Startup World and provided training by presenting his inspirational startup journey in front of the students in a vivid manner. He gave a motivational account of his own journey from starting a startup at a young age to facing hardships to getting immense recognition now. 40 students participated in this session.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.