મહિલા સશક્તિકરણ સેલ અને NSS યુનિટ દ્વારા ગેસ્ટ લેકચરનું સફળ આયોજન
અમદાવાદ, પ્રિન્સિપાલ ડૉ. વિનોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ, નવયુગ કોમર્સ કોલેજના સેન્ટ્રલ હોલમાં મહિલા સશક્તિકરણ સેલ અને NSS યુનિટ ના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના આરોગ્ય અને ગાયનેક સમસ્યાઓ પર વિશેષ ગેસ્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શેલ્બી હોસ્પીટલમાંથી ગાયનેકોલોજિસ્ટ ડૉ. હિમાની વ્યાસ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વિનોદ પટેલ સાહેબે પ્રેરણાત્મક ભાષણ દ્વારા વિદ્યાર્થીનીઓને આ વિષયની મહત્ત્વતા સમજાવી હતી.
ડૉ. હિમાની વ્યાસે મહિલાઓ માટે આરોગ્ય જાળવણી, માસિક ધર્મની સ્વચ્છતા, હોર્મોનલ બદલાવ, ગર્ભધારણ અને માતૃત્વ દરમિયાનની તકલીફો તેમજ અમુક સામાન્ય પ્રશ્નો જેમ કે PCOS/PCOD, આયર્નની ઉણપ, અનિયમિત માસિક, યોનિ સંક્રમણ, હોર્મોનલ તકલીફો અને ગર્ભનિરોધક માધ્યમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.તેમણે મહિલા આરોગ્ય માટે સ્વસ્થ જીવનશૈલી, યોગ્ય આહાર અને નિયમિત તબીબી તપાસના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
પ્રશ્નોત્તરીસત્ર: લેકચર પછી છોકરીઓ માટે એક વિશેષ પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ ગાયનેક સંબંધિત પોતાની વ્યક્તિગત સમસ્યાઓ નિવારવા માટે સવાલો પૂછ્યા હતા. ડૉ. હિમાની વ્યાસે તમામ પ્રશ્નોના સરળ અને વિગતવાર જવાબ આપ્યા હતા,
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને મહિલાઓના આરોગ્ય વિષયક માહિતીઓને લગતી નવી સમજ મેળવી. કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર્સ અને પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. અંતમાં ડૉ. હિમાની વ્યાસનું નાનકડી સમૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આભારવિધિ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા. ડો. અંકિતા ઝાડેશ્વરીયા અને ડો. રૂચી દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.