યુવાનને ડિજિટલ એરેસ્ટ કરનારા સાઇબર માફિયાને મદદ કરનારની ધરપકડ
(એજન્સી)સુરત, સુરત શહેરમાં રહેતા યુવાન સિવિલ એન્જિનીયરને ડિજિટલ એરેસ્ટ કરીને ૨૩.૫૦ લાખ રૂપિયા પડાવનારા તેલંગણાના યુવાનની પોલીસે ધરપકડ કરી છે સુરત સાઇબર ક્રાઇમના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના યુવાન સિવિલ એન્જિનિયરની પાર્સલમાંથી બનાવટી પાસપોર્ટ, ડ્રગ્સ મળ્યું છે
કહીને દિલ્હી પોલીસ સીબીઆઇના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગનો કેસ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કર્યો હતો. આ ઉપરાંત બોગસ કોર્ટ ઓર્ડર મોકલી સીબીઆઈની રેડ કરવામાં આવશે. તેની સાથે બેન્ક ખાતામાં રહેલા રૂપિયા કાયદેસર કરવા માટે જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને તેને ખોટી રીતે નોટરાઇઝ કરીને રૂ. ૨૩.૫૦ લાખ પડાવ્યા હતા.
આ અંગે સાઇબર ક્રાઇમ વિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સાઇબર ક્રાઇમે આ ગુનામાં તેલંગણાના હૈદરાબાદ ખાતે રહેતા યુવાન સદી કાર્તિક સુરેન્દ્ર રેડ્ડીની ધરપકડ કરી હતી. ખાનગી નોકરી કરતા કાર્તિકે તેનું બેન્ક ખાતે દોઢ લાખ રૂપિયાના ભાડેથી સાઇબર માફિયાઓને પરવા આપ્યું હતું.
સાઇબર માફિયાઓએ સિવિલ એન્જિનિયર પાસેથી પડાવેલા રૂપિયા કાર્તિકના ખાતામાં જ જમા થયા હતા. તેના ખાતામાં લગભગ ત્રણ મહિનામાં જ ૩.૫૮ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન બોલે છે.