14 હજાર કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું અમદાવાદ મ્યુનિ. કમિશનરે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/06-02-AMC-1024x536.jpg)
સતત બીજા વર્ષે રીવાઈઝ બજેટમાં વધારો ઃ રેવન્યુ રૂ.૬ર૦૦ કરોડ કેપીટલ રૂ.૭૮૦૧ કરોડ ઃ નારોલ સર્કલથી નરોડા સુધી આઈકોનીક રોડ બનાવવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ ર૦રપ-ર૦ર૬ માટે કમિશનર એમ. થેન્નારસને રૂ.૧૪૦૦૧ કરોડનું ડ્રાફટ બજેટ સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ કર્યું હતું. કમિશનરે રજુ કરેલ બજેટમાં રૂ.૬ર૦૦ કરોડ રેવન્યુ અને રૂ.૭૮૦૧ કરોડ કેપીટલ ખર્ચ માટે ફાળવ્યા છે.
નોંધનીય બાબત એ છે કે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ બજેટના રિવાઝ અંદાજમાં રૂ.૭૦૦ કરોડનો નોંધપાત્ર વધારો કર્યો છે અને નાણાંકિય વર્ષ ર૦ર૪-રપના રૂ.૧૦૮૦૧ કરોડનો અંદાજ સુધારી રૂ.૧૧પ૦૦ કરોડ કર્યો છે. કમિશનરે તેમના બજેટમાં સ્પોર્ટસ, કલાઈટમેન્ટ ચેઈન્જ, પા‹કગ, રોડ, અને હેરીટેઝ પર ભાર મુકયો છે.
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬ માટે રજુ કરેલા ડ્રાફટ બજેટમાંં અમદાવાદ કલાયમેંટ સીટી એકશન પ્લાન બનાવવાનું નકકી કર્યું છે જેના માટે નવા બજેટમાં જાહેર કરેલ કેપીટલ બજેટના ૭રટકા રકમ આ પ્રોજેકટ માટે ફાળવણી કરી છે. રોડ, રસ્તા, ટ્રાફિક, પા‹કગ, વગેરે પર ખાસ ધ્યાન આપ્યું છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઈસ્કોન, પંચવટી, રંગોલી જંકશન સહિત પાંચ સ્થળે ફલાયઓવર બનાવવાની જાહેરાત કરી છે
જેના માટે રૂ.પ૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત ૮ સ્થળે નવા ફલાય ઓવર/ અંડરપાસના ફીઝીબીલીટી સ્ટડી માટે રૂ.ર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફાટક મુક્ત અમદાવાદ અંતર્ગત જનતાનગર, પુનિતનગર અને સરદારનગર ક્રોસીંગ પર આરઓબી બનાવવામાં આવશે. જયારે ત્રાગડ પાસે આરયુબી તૈયાર કરવામાં આવશે. આ બંને કામો માટે કુલ રૂ.ર૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ વોર્ડની ટીપી ૧૦રમાં સીટી સ્કવેર ડેવલોપમેન્ટ કરવામાં આવશે જેના માટે રૂ.૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગામતળમાં સર્વે કરી તેના નેટવર્ક અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યઝોનમાં વિવિધ હેરીટેઝ પ્રિસેન્ટ એરિયા ડેવલપ કરવામાં આવશે. શહેરમાં ૩૬ જેટલા મહત્વના રોડ અલગ અલગ થીમ પર ડેવલપ કરવામાં આવશે જેના માટે રૂ.૩૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬ના બજેટમાં મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. શહેરના દરેક વોર્ડમાં મહિલાઓ જીમ, સ્વીમીંગ પુલ બનાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં ૩ નવા પીન્ક ટોયલેપ પણ બનાવવામાં આવશે. મહિલાઓના કેન્સરના રોગોનું પહેલાથી નિદાન થાય તે માટે તમામ મહિલા કોર્પોરેટરો અને મ્યુનિ. મહિલા કર્મચારીઓ માટે એસવીપી હોસ્પિટલમાં રાહતદરે મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ પ્રવૃતિને વેગ મળે તે માટે ૧પ મેદાન, ૮ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ઓપન સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ બનાવવામાં આવશે જેમાં ઓલિÂમ્પકને ધ્યાનમાં લઈ ખોખો, વોલીબોલ, વોકિગ ટ્રેક વગેરે તૈયાર થશે.
મ્યુનિ. કમિશનર દ્વારા ર૦ર૪-રપના બજેટમાં ઝોનલ બજેટ પેટે રૂ.૬પ૦ કરોડ ફાળવવામાં આવ્યા હતાં. આગામી નાણાંકિય વર્ષમાં તેમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે તથા રૂ.૧૦૦૦ કરોડની ફાળવણી થઈ છે જે પૈકી કેપીટલ કામ પીઆઈયુ દ્વારા થશે જયારે બાકીની રકમ રેવન્યુ ખર્ચ પેટે વપરાશમાં થશે.
શહેરમાં આગામી વર્ષમાં કડિયા નાકા, વેજીટેબલ માર્કેટ અને ફુડ ઝોન પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સરસપુર રખિયાલ વોર્ડમાં કાલુપુરબ્રીજથી રણછોડજી મંદિર સુધી રૂ.૧૧.૮૯ કરોડના ખર્ચે નવો રસ્તો ડેવલપ કરવામાં આવશે. એર પોલ્યુશન ઘટાડવા માટે ૧૦૦ નવી ઈલેકટ્રીક બસ લેવામાં આવશે.