સમગ્ર વિશ્વમાં જાન્યુઆરી મહિનો ગરમ અને હૂંફાળો રહ્યોઃ યુરોપિયન યુનિયન
નવી દિલ્હી, આ વર્ષે ક્લાઇમેટની ખુબ જાણીતી લા’નીના પેટર્નની અસર પ્રવર્તતી હોવા છતાં સમગ્ર વિશ્વમાં જાન્યુઆરી મહિનો ગરમ અને હૂંફાળો રહ્યો હોવાનું નોંધાયું છે એમ યુરોપિયન યુનિયનની ક્લાઇમેટ એજન્સીએ ગુરૂવારે કહ્યું હતું.
લા’નીના ક્લાઇમેટની એવી એક પેટર્ન છે જેની અસર પ્રવર્તતી હોય ત્યારે ઠંડીનું પ્રમાણ ખુબ વધી જતું હોય છે.ગત ૨૦૨૪નું વર્ષ પણ આપણા ગ્રહ માટે સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું, અને સમગ્ર વિશ્વમાં સરેરાશ તાપમાનમાં પણ ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.
કોપરનિક્સ ક્લાઇમેટ ચેઇન્જ એજન્સીના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના મહિના દરમ્યાન સરેરાશ તાપમાન ૧૩.૨૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમ્યાન નોંધાયેલા તાપમાનની તુલનાએ ૦.૦૯ ડિગ્રી સેલ્સિયસ વધુ હતુ અને ૧૯૯૧થી ૨૦૨૦ સુધીના સરેરાશ તાપમાનની તુલનાએ ૦.૭૯ ડિગ્રી સેલ્સિયસ વધુ હતુંહવામાન વૈજ્ઞાનિકોએ એ પણ નોંધ કરી હતી કે જાન્યુઆરી મહિનામાં પૃથ્વીનું તાપમાન પ્રિ-ઇન્ડસ્ટ્રિયલ લેવલ (ઉદ્યોગોના કારણે વધતા તાપમાનને બાદ કરતા) કરતાં પણ ૧.૭૫ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.
તે ઉપરાંત છેલ્લા ૧૯ પૈકીના ૧૮ મહિના દરમ્યાન વૈશ્વિક સરેરાશ તાપમાન પણ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઉપર રહ્યું હતું.કોપરનિક્સ ક્લાઇમેટ ચેઇન્જ એજન્સીના ડે. ડાયરેક્ટર સામંથા બર્ગિઝે કહ્યું હતું કે જાન્યુઆરી વધુ આશ્ચર્ય આપતો અન્ય એક મહિના છે જે દરમ્યાન છેલ્લાં બે વર્ષથી દેખરેખ રખાતા તાપમાનના આંકડાઓમાં સતત રેકોર્ડ નોંધાવતો મહિનો રહ્યો હતો.
વધુ આશ્ચર્યની વાત તો એ છે કે પેસિફિક મહાસાગરના કિનારે આવેલાં જમીનખંડો ઉપર આ વર્ષે ક્લાઇમેટની લા’ની પેટર્નના અસર પ્રવર્તતી હતી અને સામાન્ય રીતે આ પેટર્ન વૈશ્વિક તાપમાનમાં ઠંડીનું પ્રમાણ વધે છે તેમ છતાં જાન્યુઆરી મહિનાનો હૂંફાળો અને કેટલાક સ્થળોએ ગરમ રહ્યો હતો એમ તેમણે ઉમેર્યું હતું.SS1MS