હેક્સાવેર ટેક્નોલોજીસનો IPO બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૂલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Hexaware-IPO-1024x337.jpg)
- હેક્સાવેર ટેક્નોલોજીસ લિમિટેડ (the “Company”) નો પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 674થી રૂ. 708નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે.
- એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ – મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025
- બિડ/ઓફર ખૂલવાની તારીખ – બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2025
- બિડ્સ લઘુતમ 21 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 21 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
- 5 ફેબ્રુઆરી, 2025ની તારીખના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”)ની લિંકઃ https://hexaware.com/wp-content/uploads/2025/02/Red-Herring-Prospectus.pdf
અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2025: હેક્સાવેર ટેક્નોલોજીસ લિમિટેડ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2025 છે.
Hexaware Technologies Limited: Initial public offering to open on Wednesday, February 12, 2025
પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 674થી રૂ. 708ના ભાવે ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 21 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 21 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
આઈપીઓમાં સીએ મેગ્નમ હોલ્ડિંગ્સ (the Promoter Selling Shareholder) દ્વારા રૂ. 8,750 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (the “SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. ઓફર બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુપાલનમાં કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(1)ના સંદર્ભે નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય (the “Anchor Investor Allocation Price”) તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Category”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ જો ક્યુઆઈબી કેટેગરીના 5 ટકા કરતાં ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટેની બાકીની ક્યુઆઈબી કેટેગરીમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“NIIs”) (the “Non-Institutional Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની બિડ સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની બિડ સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીમાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત, નેટ ઓફરના લઘુત્તમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“RIIs”) (the “Retail Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે અને યુપીઆઈ રોકાણકારો માટે યુપીઆઈ આઈડી સહિત તેમના સંબંધિત ખાતાની વિગતો આપવાની રહેશે જેમાં બિડની રકમ એસસીએસબી દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.
કંપનીના ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) (the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.