Western Times News

Gujarati News

એજેક્સ એન્જિનિયરિંગનો IPO સોમવાર, 10 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૂલશે

  • એજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડ (the “Company”) ના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 599થી રૂ. 629નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે.
  • એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ – શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025
  • બિડ/ઓફર ખૂલવાની તારીખ – સોમવાર, 10 ફેબ્રુઆરી, 2025 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025
  • બિડ્સ લઘુતમ 23 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 23 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
  • 4 ફેબ્રુઆરી, 2025ની તારીખનું રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) વાંચવા માટેની લિંકઃ https://www.ajax-engg.com/investor-relations

 અમદાવાદ, 6 ફેબ્રુઆરી, 2025 – એજેક્સ એન્જિનિયરિંગ કંપની (the “Company”) સોમવાર, 10 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સ (“Equity Shares”)ના આઈપીઓ  (“Offer”) ખોલવા જઈ રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખોલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલાની એટલે કે શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 છે.

 ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 599થી રૂ. 629 રાખવામાં આવી છે. બિડ્સ લઘુતમ 23 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 23 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. Ajax Engineering Limited: Initial public offering to open on Monday, February 10, 2025

 આઈપીઓમાં 2,01,80,446 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેમાં કૃષ્ણાસ્વામી વિજય દ્વારા 17,16,102 સુધીના ઇક્વિટી શેર્સ, કલ્યાણી વિજય દ્વારા 17,16,102 સુધીના ઇક્વિટી શેર્સ, જેકોબ જિતેન જ્હોન દ્વારા 22,88,136 સુધીના ઇક્વિટી શેર્સ, જેકબ હેન્સેન ફેમિલી ટ્રસ્ટ દ્વારા 55,93,221 સુધીના ઇક્વિટી શેર્સ, સુઝી જ્હોન દ્વારા 14,30,085 સુધીના ઇક્વિટી શેર્સ અને કીદારા કેપિટલ ફંડ 2 એલએલપી દ્વારા 74,36,800 સુધીના ઇક્વિટી શેર્સ સમાવિષ્ટ છે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. ઓફર બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે અને  સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુપાલનમાં કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(1)ના સંદર્ભે ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” , and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર

નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતાં ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રખાયેલા પ્રત્યેક બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (1) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રખાશે અને (2) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે. નેટ  ઓફરના લઘુત્તમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો પૂરી પાડીને (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડી સહિત) અને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં તેમની બિડની સંબંધિત રકમ એસસીએસબી દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, ઓફરમાં ભાગ લેવા માટે બ્લોક કરવામાં આવશે. આ ઉપરાંત ઇક્વિટી શેર્સ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા લાયક કર્મચારીઓને પ્રમાણસર આધાર પર ફાળવવામાં આવશે જે તેમના દ્વારા ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

કંપનીના ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) (the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.

અહીં ઉપયોગમાં લેવામાં આવેલી પરંતુ તેના અંગે સ્પષ્ટતા ન કરવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો 4 ફેબ્રુઆરી, 2025ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવવામાં આવ્યો છે તે મુજબનો અર્થ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.