ભારતીય સેનાએ સાત પાક. ઘૂસણખોરોને ઠાર કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Army-1024x576.jpg)
૩ પાકિસ્તાની સૈનિકનો પણ સમાવેશ
જમ્મુ, ઈન્ડિયન આર્મીએ જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ પર ઘૂસણખોરી કરવાની કોશિશ કરતા ૭ પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનના કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકીઓ પણ સામેલ છે.
The #IndianArm On the night of Feb 4-5, 2025 they ambushed Pakistan’s Border Action Team (#BAT) along the #LoC in #JammuAndKashmir. Seven infiltrators, including 2-3 #PakistanArmy soldiers, were killed
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલે જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાતે નિયંત્રણ રેખા પર પોતાની ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવીને કરાયેલા હુમલાને નિષ્ફળ કર્યો. આ દરમિયાન ૭ પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા. આ ઘૂસણખોરોમાં ૨ થી ૩ પાકિસ્તાની આર્મીના જવાન સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઘટી.
સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ઘૂસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતના જવાનો પર ઘાત લગાવીને હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમ ર્ન્ઝ્ર પર છૂપાઈને હુમલો કરવા માટે ટ્રેઈન કરાયેલી છે. પાકિસ્તાનની આ એજન્સી પહેલા પણ બોર્ડર પર ઈન્ડિયન આર્મીના જવાનો પર હુમલો કરી ચૂકી છે. આ અનુભવનો ફાયદો ઉઠાવીને આ ટીમ એકવાર ફરીથી ભારતના જવાનોને ટાર્ગેટ કરવા માંગતી હતી.
સૂત્રોએ જણાવ્યું કે એલઓસી પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતા જ ભારતીય જવાનોએ તેમનું ઢીમ ઢાળી દીધુ. માર્યા ગયેલા આતંકીઓમાં સંગઠન અલ બદલના આતંકીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ ઘટના એવા સમયે થઈ જ્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર અંગે પોતાનો પ્રોપગેન્ડાને હવા આપે છે અને ૫ ફેબ્રુઆરીના રોજ કથિત રીતે કાશ્મીર સોલિડરિટી ડે ઉજવવાનો ડોળ કરે છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના કથિત કાશ્મીર સોલિડરિટી ડેના અવસરે જ ૫ ફેબ્રુઆરીએ લાહોરમાં આયોજિત એક રેલીમાં આતંકી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. રેલીને કરેલા સંબોધનમાં તેણે કહ્યું કે તે કાશ્મીરને આઝાદ કરાવશે. તેણે મંચ પર ખુબ નાટકો કર્યા અને કાશ્મીર માટે મોટી મોટી સોગંધો ખાધી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલબદ્ર ગ્રુપના હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું. પાકિસ્તાની ઁસ્ના નિવેદન પછી જ સરકારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને ઁર્દ્ભના રાવલકોટમાં રેલી યોજવાની પરવાનગી આપી. બંદૂકો અને એકે-૪૭ લહેરાવાતી હતી. આ રેલીમાં ભારતવિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના નેતાઓ પણ હાજર હતા.