Western Times News

Gujarati News

મહેસાણા કલેકટરની GSRTCમાં MD તરીકે બઢતી સાથે બદલી, વિદાય સમારંભ યોજાયો

મહેસાણા જિલ્લામાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન મિશનને વેગવંતો બનાવી લોકો સુધી પહોંચાડ્યો

મહેસાણા, મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનની ગાંધીનગર ખાતે GSRTC માં વાઈસ ચેરમેન અને એમડી તરીકે બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજને બે વર્ષ દરમિયાન મહેસાણા જિલ્લામાં કરેલ કામગીરીના સંસ્મરણો યાદ કરી અનુભવો વર્ણવ્યા હતા અને આ બે વર્ષ દરમિયાન તેમને મળેલ સહકાર બદલ તમામ અધિકારી, કર્મયોગીઓનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, મહેસાણા ગુજરાતની તાસીર નકકી કરે છે, આવી જગ્યાએ કામ કરવાની તક મળી એ મારા માટે નસીબની વાત છે અને મેં જિલ્લાને જે આપ્યું એનાથી વધારે મને મહેસાણા જિલ્લાએ આપ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, મહેસાણાએ ડેવલોપમેન્ટ લેબોરેટરી છે. આ મહેસાણામાં શરૂ થયેલું અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન મિશન આગામી સમયમાં આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીને પણ કલેકટર એમ. નાગરાજનને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર એમ. નાગરાજન મહેસાણા જિલ્લા માટે અલોપ્ય શાહી છે. તેમના કાર્યકાળમાં થયેલ કામગીરી મહેસાણા જિલ્લાને હંમેશા યાદ રહેશે.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર કે.જે. જેગોડાએ જિલ્લા કલેકટરને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કલેકટરએ શ્રેષ્ઠતમ લીડરશીપનું ઉદાહરણ પુરું પાડયું છે તેમના માર્ગદર્શનમાં કામ કરીને અનેક કાર્યો સરળ રીતે પૂર્ણ થયા છે અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન મિશન આગામી સમયમાં જિલ્લા માટે ખૂબ મહત્વનું સાબિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર એમ. નાગરાજને મહેસાણા જિલ્લા કલેકટર તરીકેનો પદભાર ૧૬ જાન્યુઆરી ર૦ર૩ના રોજ સંભાળ્યો હતો. આ પ્રસંગે કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રા, રવિરાજસિંહ ઝાલા, ડેપ્યુટી કલેકટર ઋતુરાજસિંહ જાદવે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં ઘણું શીખવા મળ્યું છે તેમ જણાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ, બીએસએફ કમાન્ડન્ટ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“Team Mehsana” extends heartfelt gratitude to Shri M. Nagarajan, IAS, for his exemplary leadership in making Mehsana one of Gujarat’s top districts. Your dedication and vision have left a lasting impact. Wishing you great success in your future endeavors! 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.