Western Times News

Gujarati News

એમેઝોન અને DGFTએ ભારતથી ઇ-કોમર્સની નિકાસો વધારવા માટે તેમનો સહયોગ વિસ્તાર્યો

· ક્ષમતા નિર્માણ સેશન્સ પર ધ્યાન આપવા તથા સમગ્ર દેશના મુખ્ય 47 જિલ્લાઓમાં નાના વ્યવસાયો માટે વૈશ્વિક વ્યવસાય ઊભો કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે એમઓયુ રિન્યૂ કર્યો

· આ સહયોગ હેઠળ એમએસએમઈ માટે લોકલ ઓફલાઇન નેટવર્ક તરીકે એક્સપોર્ટ કમ્યૂનિટીઝ સ્થાપવા પર ધ્યાન અપાશે

· એમેઝોન નાના વ્યવસાયો તથા ઉદ્યોગસાહસિકોને તેમની નિકાસની સફરના દરેક તબક્કે નિકાસ અનુપાલનની જરૂરિયાતો સમજવા માટે ડીજીએફટીની ટ્રેડ કનેક્ટ પોર્ટલમાં તેનું એક્સપોર્ટ નેવિગેટર ટૂલ ઇન્ટિગ્રેટ કરશે Amazone India DGFT ecommerce

નવી દિલ્હી, એમેઝોન અને ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ભારતથી ઇ-કોમર્સ નિકાસોને વેગ આપવા માટે પોતાના સહયોગને વિસ્તારવાની આજે જાહેરાત કરી હતી. આ સહયોગ નવેમ્બર, 2023માં થયેલા તેમના પ્રારંભિક એમઓયુ પર બનેલો છે જેનો ઉદ્દેશ એમએસએમઈ (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) નિકાસોને વેગ આપવા માટે સરકારની ડિસ્ટ્રીક્ટ્સ એઝ એક્સપોર્ટ હબ પહેલનો લાભ લેવાનો છે.

આ રિન્યૂ થયેલા જોડાણ હેઠળ ઇ-કોમર્સ નિકાસોમાં સફળતા માટે જરૂરી કુશળતાઓ અને સંસાધનો સાથે ભારતભરતના એમએસએમઈને સશક્ત બનાવવા પર ધ્યાન અપાશે. આ એમઓયુ શ્રી સંતોષ સારંગી (ડીજીએફટીના ડિરેક્ટર જનરલ અને અધિક સચિવ), ચેતન કૃષ્ણાસ્વામી (એમેઝોનના પબ્લિક પોલિસીના વાઇસ પ્રેસિડેન્ટ) અને ભૂપેન વાકંકર (એમેઝોન ઈન્ડિયાના ડિરેક્ટર ગ્લોબલ ટ્રેડ)ની ઉપસ્થિતિમાં રિન્યૂ કરવામાં આવ્યો હતો.

આ વિસ્તારાયેલા સહયોગમાં ભારતની ઇ-કોમર્સ એક્સપોર્ટ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે અનેક નવી પહેલ રજૂ કરાઈ છે. તેમાં 47 જિલ્લામાં વિશેષ ટ્રેનિંગ સેશન્સ, ડીજીએફટીની ટ્રેડ કનેક્ટ પોર્ટલમાં એમેઝોનના એક્સપોર્ટ નેવિગેશન ટૂલના ઇન્ટિગ્રેશન અને એમએસએમઈ માટે લોકલ ઓફલાઇન નેટવર્ક તરીકે એક્સપોર્ટ કમ્યૂનિટીઝની સ્થાપનાનો સમાવેશ થાય છે.

આ સહયોગ પ્રોડક્ટ સિલેક્શનને વિસ્તારવા અને નિકાસની કામગીરીને વધારવા માટે એમએસએમઈને માર્ગદર્શન પૂરું પાડવા માટે વિવિધ ઇવેન્ટ ફોર્મેટ્સનો લાભ લેશે. ડીજીએફટીની સ્થાનિક નિપુણતા સાથે એમેઝોનની ઇ-કોમર્સ નિકાસોમાં રહેલી નિપુણતા તથા વૈશ્વિક પહોંચને એક કરીને આ પહેલનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય વેચાણકર્તાઓ માટે નવી તકો ઊભી કરવાનો છે જે નિકાસોને વેગ આપવા તથા સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવા માટેના સરકારના વિઝન સાથે સંલગ્ન છે.

જોડાણના પહેલા વર્ષમાં ડીજીએફટી અને એમેઝોને ભારતના 20 જિલ્લાઓમાં શ્રેણીબદ્ધ ઇ-કોમર્સ એક્સપોર્ટ પ્રમોશન ઇવેન્ટ્સ યોજી હતી. ડિસેમ્બર 2023થી ડિસેમ્બર 2024 વચ્ચે યોજાયેલી આ ઇવેન્ટ્સમાં એમેઝોનના પ્રતિનિધિઓએ ઇ-કોમર્સ એક્સપોર્ટ અને એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસીસ પર વેચાણની પ્રક્રિયા અંગે 3,000થી વધુ એમએસએમઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સહભાગીઓને સ્થળ પર જ મદદ મળી હતી અને ત્યાં જ તેમના પ્રશ્નોનું સમાધાન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ્સને પગલે એમેઝોને રસ ધરાવતા વેચાણકર્તાઓને ટેકો ઓફર કર્યો હતો, તેમને ઓનબોર્ડિંગ પ્રોસેસમાં મદદ કરી હતી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા, અનુપાલનની જરૂરિયાતો પૂરી કરવા, લિસ્ટિંગ કરવા તેમજ એડવર્ટાઇઝિંગ સપોર્ટ મેળવવામાં મદદ કરવા વિશ્વસનીય થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કરાવ્યું હતું,

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના ડીજીએફટીના ડિરેક્ટર જનરલ અને અધિક સચિવ શ્રી સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે “એમેઝોન સાથેનો અમારો સતત સહયોગ એ દરેક જિલ્લાને એક્સપોર્ટ હબ બનાવવાના વિઝનને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અમારી પ્રારંભિક સફળતાના આધારે અમે વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટે વધુ એમએસએમઈને સમર્થન આપવા માટે અમારું ધ્યાન 47 જિલ્લાઓ સુધી વિસ્તરી રહ્યા છીએ.

આ ભાગીદારીથી પહેલેથી જ 3,000થી વધુ એમએસએમઈને લાભ થયો છે અને તેમાં થઈ રહેલા વિકાસને જોઈને રોમાંચિત છીએ. આ પહેલ 2030 સુધીમાં ભારતમાંથી 200-300 અબજ ડોલરની નિકાસને સક્ષમ બનાવવાના અને વિશ્વ સમક્ષ ‘મેક ઇન ઈન્ડિયા’ની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ રજૂ કરવાના લક્ષ્ય સાથે સંલગ્ન છે.”

એમેઝોન ઈન્ડિયાના ડિરેક્ટર-ગ્લોબલ ટ્રેડ ભૂપેન વાકંકરે જણાવ્યું હતું કે “મજબૂત વૈશ્વિક વ્યવસાયો બનાવવા અને ભારતની એકંદર નિકાસમાં યોગદાન આપવા માટે ભારતભરના એમએસએમઈ અને ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે ડીજીએફટી સાથે અમારો સહયોગ વધારવા માટે અમે ઉત્સાહિત છીએ. 2023 થી અમારા જોડાણે આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે અને અમે આ વર્ષે 47 જિલ્લાઓ પર અમારા સંયુક્ત ધ્યાનને વિસ્તારવા માટે આતુર છીએ. એમેઝોન નિકાસને તમામ કદના વ્યવસાયો માટે સરળ અને વધુ સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે અમે 2030 સુધીમાં ભારતમાંથી 80 અબજ ડોલરની કુલ ઈ-કોમર્સ નિકાસને સક્ષમ કરવાના અમારા લક્ષ્ય તરફ કામ કરી રહ્યા છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.