મુંબઇની કંપનીએ બેંકોને કુલ ૩૫૯૨ કરોડનો ચુનો લગાવ્યો
નવીદિલ્હી, નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ એક અન્ય મોટું બેંક કૌભાંડ સામે આવ્યું છે બેંક ઓફ ઇન્ડિયાના કાનપુર જાનથી ફરિયાદ મળ્યા બાદ સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરતા દિલ્હી મુંબઇ અને કાનપુરમાં કુલ ૧૩ સ્થાનો પર દરોડા પાડયા હતાં આરોપ છે કે ફોસ્ટ ઇટરનેશનલ નામની મુંબઇ ખાતે કંપનીઓએ બેંકના કંસોર્ટિયમને કુલ ૩૫૯૨ કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે ફ્રાસ્ટ ઇટરનેશનલે બેંકથી મળેલ લોનની સુવિધાનો લાભ ઉઠાવતા નાણાને પોતાની જ બીજી કંપનીઓમાં ટ્રાંસફર કરી લીધી લોનનું ચુકવણુ ન થવાને કારણે ૨૦૧૯માં તે એનપીએમાં ફેરવાઇ ગયું.
સીબીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમને બેંક ઓફ ઇન્ડિયા, કાનપુરના જાનલ મેનેજર તરફથી આ કૌભાંડની માહિતી મળી અને કાર્યવાહીની માંગ કરી ત્યારબાદ આરોપીઓની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી આરોપીઓના તમામ સ્થાનોની તલાશી લેવામાં આવી જેમાં સીબીઆઇને કૌભાંડથી જાડાયેલ સંબંધીત મહત્વપૂર્ણ દસ્તાવેજા કબજે થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સીબીઆઇની એફઆઇઆર અનુસાર ૧૯૯૫માં બનેલ ફ્રાસ્ટ ઇટરનેશનલને ૧૯૯૬થી જ બેંક ઓફ ઇન્ડિયાથી લોનની સુવિધા હાંસલ હતી જે ધીરે ધીરે વધી ૩૮૦ કરોડ રૂપિયા થઇ ગઇ હતી પરંતુ ૨૦૧૧માં બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં ૧૪ બેંકના કંસોર્ટિયમ તરફથી કંપનીના દેવાની સુવિધાની સીમા વધારી ૪,૦૬૧ કરોડ કરી દેવામાં આવી ત્યારબાદ પણ બધુ સામાન્ય રીતે ચાલતુ રહ્યું સમસ્યા ત્યારે આવી જયારે જાન્યુઆરી ૨૦૧૮થી લેવામાં આવેલ ચુકવણી અટકી ગયું અને ધીરે ધીરે ૩૫૯૨ કરોડ રૂપિયાની લોન એનપીએ બની ગઇ કંપનીથી વ્યાપારમાં નુકસાનના બહાનું બતાવી દેવાથી કિનારે કરી લેવામાં આવ્યો.
સીબીઆઇના જણાવ્યા અનુસાર બેંકોના કંસોર્ટિયમને કંપનીના નિદેશકો પર શંકા થઇ અને ફ્રોસ્ટ ઇટરનેશનલના ખાતાની ફોરેંસિક આડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ફોરેંસિક ઓડિટમાં કંપનીનું કૌભાંડ ખુલી રીતે સામે આવ્યું તેમના અનુસાર કંપનીના નિદેશકોએ પોતાની જ બીજી કંપનીઓ સાથે લેવડદેવડ કરી રહ્યાં હતાં. સીબીઆઇના જણાવ્યા અનુસાર બેંકના અનુરોધ પર ઉદય દેસાઇ સહિત કંપનીના ૧૦ નિર્દેશકોની વિરૂથધ્ધ લુક આઉટ સરકુલર જારી કરી દેવામાં આવ્યું છે જેથી તે વિદેશ ફરાર થઇ જાય નહીં સીબીઆઇએ નિર્દેશકોની સાથે સાથે ૧૧ અન્ય કંપનીઓને પણ આરોપી બનાવી છે.