આંધ્રમાં પૌત્રે ૭૩ ઘા ઝીંકી ઉદ્યોગપતિ દાદાની હત્યા કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Andhra-1024x630.webp)
નવી દિલ્હી, આંધ્રપ્રદેશના ઉદ્યોગપતિ વેલમતી ચંદ્રશેખર જનાર્દન રાવના પૌત્ર કીર્તિ તેજાની સંપત્તિ વિવાદમાં તેમની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના કહેવા મુજબ વેલજન ગ્›પ ઓફ કંપનીના ચેરમેન જનાર્દન રાવની ગુરુવારે રાત્રે હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાન પર હત્યા કરવામાં આવી છે. આ ઘટનાનો ખુલાસો શનિવારે રાત્રે ત્યારે થયો, જ્યારે પોલીસે આરોપી સંબંધી(પૌત્ર)ની ધરપકડ કરી લીધી છે.
અમેરિકાથી પરત આવેલા તેમના પૌત્ર કીર્તિ તેજા સાથે કથિત રીતે સંપત્તિ વિવાદને લઈને ભારે ઝઘડો થયો અને તેણે પોતાના દાદા જનાર્દન રાવ પર ચાકુથી ૭૩ વખત ઘા કર્યા હતા. આંધ્રપ્રદેશના એલુરુના રહેવાસી ૮૬ વર્ષીય જનાર્દન રાવ છેલ્લા કેટલાક મહિનાથી અહીં સોમાજીગુડા સ્થિત નિવાસસ્થાન પર રહેતા હતા.
જનાર્દન રાવે તાજેતરમાં પોતાની સૌથી મોટી પુત્રીના પુત્ર શ્રીકૃષ્ણને વેલજન જૂથના ડાયરેક્ટર પદે નિયુક્તિ કરી હતી અને બીજી બીજી પુત્રી સરોજિની દેવીના પુત્રી કીર્તિ તેજાને રૂપિયા ૪ કરોડના શેયર ટ્રાન્સફર કર્યા હતા. પોલીસના કહેવા મુજબ, સરોજિની દેવી અને તેમનો પૌત્ર કીર્તિ ગુરુવારે જનાર્દન રાવના નિવાસસ્થાન પર ગયા હતા. જનાર્દન રાવ અને કીર્તિ તેજાની વચ્ચે સંપત્તિ વહેંચણીને લઈને વિવાદ થયો હતો.
આ દરમિયાન કીર્તિએ પોતાના દાદા પર અનુચિત વ્યવહાર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો, અને પછી કીર્તિએ ચાકુ બહાર કાઢીને પોતાના દાદા જનાર્દન રાવ પર ચાકુના ૭૩ વાર ઘા કર્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.SS1MS